X

ફેક્ટ ચેક: ‘ભારત જોડો’ યાત્રાના નામે રાહુલ ગાંધીની 5 વર્ષ જૂની તસવીર ખોટા દાવા સાથે વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાહુલ ગાંધી દ્વારા બાઈક પર બેસીને ભારત જોડો યાત્રા કરવાનો દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ તસવીર 8 જૂન 2017ની છે. તે સમયે રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગોલી કાંડમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિજનોને મળવા ગયા હતા. હવે તે સમયની તસવીરને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

  • By Vishvas News
  • Updated: September 25, 2022

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જોડો’ યાત્રા ચાલી રહી છે. આ યાત્રાના લઈને ઘણી પ્રકારની કહાનીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે એક તસવીર વાયરલ થઈ રહી છે. તેમાં રાહુલ ગાંધીને બાઈક પર બેસેલા જોઈ શકાય છે. સોશિયલ મીડિય યૂઝર્સ આ તસવીરને ‘ભારત જોડો’ યાત્રા સાથે જોડીને ખોટા દાવા સાથે વાયરલ કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ પોસ્ટની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર 8 જૂન 2017ની છે. તે સમયે રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ નેતા જીતુ પટવારી સાથે બાઈક પર બેસીને મૃતક ખેડૂતોના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા. આ તસવીરનો હાલની યાત્રા સાથે કોઈ સંબંધ નથી.

શું છે પોસ્ટમાં ?

ફેસબુક યૂઝર દેવ રાજએ 14 ના રોજ તસવીર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, “લોગો કો બેવકૂફ બનાતા હૈ, ચલ નીચે ઉતર કર પૈદલ હી ભારત જોડો યાત્રા કર.”

વાયરલ પોસ્ટના કન્ટેટને જેમનું તેમ જ લખ્યું છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા તપાસ કરવા માટે વાયરલ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેઝ ટૂલ્સ પર સર્ચ કરી. અમને આ વાયરલ તસવીર ઘણી ન્યૂઝ વેબસાઈટ પર જોવા મળી. સર્ચ દરમિયાન અમને આ તસવીર સંબંધિત વીડિયો એબીપી ન્યૂઝની સત્તાવાર યૂટ્યુબ ચેનલ પર 8 જૂન 2017ના રોજ અપલોડ થયેલો મળ્યો.આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી મંદસૌરમાં બાઈક દ્વારા પહોચ્યા હતા, આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

dnaindia.com માં છાપવામાં આવેલા સમાચારમાં પણ આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 8 જૂન 2017ના રોજ પ્રકાશીત સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, રસ્તો બદલીને બાઈક પર મંદસોર ગયા હતા રાહુલ ગાંધી. આ દરમિયાન તેમની અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.

અમને આ વાયરલ તસવીર કોંગ્રેસ ધારાસભ્ય જીતુ પટવારીના ટ્વિટર હેન્ડલ પર પણ મળી. 19 જૂન 2017ના રોજ કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, અમારા ઉર્જા સ્ત્રોત રાહુલ ગાંધીજીને જન્મ દિવસની મંગલકામનાઓ…ખભ્ભા પર રાહુલજીનો હાથ અને જનતાનો સાથ….ખેડૂતો માટે લડીશું.

વાયરલ તસવીરો સાથે સંબંધિત સમાચારોને અહિંયા વાંચી શકાય છે. પહેલા પણ આ તસવીર વાયરલ થઈ ચૂકી છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે તેની પોસ્ટ અહીં જોઈ શકો છો.

વધારે તપાસ માટે અમે રાહુલ ગાંધી સાથે આ રેલીમાં સામેલ કોંગ્રેસ નેતા રાજપાલ બિષ્ટનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, વાયરલ દાવો ખોટો છે. રાહુલ ગાંધી પગપાળા યાત્રા કરી રહ્યા છે. આ તસવીર જૂની છે.

તપાસના અંતે અમે જૂની તસવીરને વર્તમાન ઘટના સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરનાર યૂઝરની તપાસ કરી. યૂઝરે યોગી આદિત્યનાથ (ભગવા કી શાન) નામના પેજ પર આ તસવીર પોસ્ટ કરી છે. પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ પેજ પર 341.8K મેમ્બર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાહુલ ગાંધી દ્વારા બાઈક પર બેસીને ભારત જોડો યાત્રા કરવાનો દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ તસવીર 8 જૂન 2017ની છે. તે સમયે રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગોલી કાંડમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિજનોને મળવા ગયા હતા. હવે તે સમયની તસવીરને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

  • Claim Review : વાયરલ તસવીર ‘ભારત જોડો’ યાત્રાની છે
  • Claimed By : દેવ રાજ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later