X

અમિત શાહની જનસભાના વિડીયોની ક્લિપ ખોટા દાવા સાથે વાયરલ

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને થયેલી અમિત શાહની જનસભાના વિડીયોની એક ક્લિપને વાયરલ કરવામાં આવી રહી છે. તેની સાથે કરવામાં આવી રહેલ દાવો ખોટો છે. જનસભામાં અમિત શાહના ‘કોંગ્રેસ પાર્ટી’ બોલવા પર ‘ઝિંદાબાદ’ ના નારા લાગ્યા નથી.

  • By Vishvas News
  • Updated: February 28, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). ઉત્તરાખંડ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેની પરાકાષ્ઠાએ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આઠ સેકંડના આ વિડીયોમાં અમિત શાહ જનસભાને સંબોધન કરી રહેલ જોવા મળે છે.

વિડીયોમાં અમિત શાહને ‘કોંગ્રેસ પાર્ટી‘ બોલતા સાંભળી શકાય છે.

ત્યાર પછીનો અવાજ સ્પષ્ટપણે સંભળાતો નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે અમિત શાહે કોંગ્રેસનું નામ લીધું ત્યારે લોકોએ ઝિંદાબાદનો ઘોષ કર્યો હતો.

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે અમિત શાહની રેલીના વિડીયોનો એક નાનો ભાગ વાયરલ કરીને ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલીમાં અમિત શાહના કોંગ્રેસ પાર્ટી કહેવા પર જનતાએ મુર્દાબાદનો ઘોષ કર્યો હતો.

શું છે વાયરલ પોસ્ટમાં

ફેસબુક યૂઝર Dk Jaipal એ 13 ફેબ્રુઆરી 2022 નો વિડીયો પોસ્ટ કરીને લખ્યું,

છોટુ બોલ્યો, “કોંગ્રેસ પાર્ટી જનતા બોલી “ઝિંદાબાદ”

ફેસબુક પર Pandit Payal Tripathi (આર્કાઈવ) સમેત કેટલાક અન્ય યૂઝર્સે પણ આ વિડીયો પોસ્ટ કરીને સમાન દાવો કર્યો છે.

તપાસ

વાયરલ વિડીયોની તપાસ કરવા માટે અમે કીવર્ડથી ન્યૂઝ સર્ચ કર્યા. તેમાં અમને Bharatiya Janata Party ના યુટ્યુબ ચેનલ પર આ વિડીયો મળી ગયો. 12 ફેબ્રુઆરી 2022 ના રોજ અપલોડ કરવામાં આવેલ આ વિડીયોનું ટાઈટલ છે, HM Shri Amit Shah addresses public meeting in Raipur, Uttarakhand. વિડીયોમાં 11.25 પછી વાયરલ વિડીયોનો ભાગ પણ મળી ગયો. તેમાં અમિત શાહના “કોંગ્રેસ પાર્ટી” કહેવા પર લોકો “મુર્દાબાદ-મુર્દાબાદ” ના નારા લગાવે છે.

12 ફેબ્રુઆરી 2022 ના રોજ jagran માં છપાયેલ સમાચાર અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દહેરાદૂનના રાયપુર વિધાનસભા ક્ષેત્રમાં જનસભા કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

આ વિશે દહેરાદૂન દૈનિક જાગરણના બ્યૂરો ચીફ દેવેન્દ્ર સતીનું કહેવું છે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની જનસભામાં કોંગ્રેસ પાર્ટી ના ‘ઝિંદાબાદ’ ના નારા લાગ્યા ન હતા. વાયરલ દાવો ખોટો છે.

વિડીયોને ખોટા દાવા સાથે વાયરલ કરનાર ફેસબુક યૂઝર Dk Jaipal ની પ્રોફાઈલને અમે સ્કેન કરી. તેઓ એક રાજનીતિક દળ સાથે જોડાયેલા છે.

निष्कर्ष: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને થયેલી અમિત શાહની જનસભાના વિડીયોની એક ક્લિપને વાયરલ કરવામાં આવી રહી છે. તેની સાથે કરવામાં આવી રહેલ દાવો ખોટો છે. જનસભામાં અમિત શાહના ‘કોંગ્રેસ પાર્ટી’ બોલવા પર ‘ઝિંદાબાદ’ ના નારા લાગ્યા નથી.

  • Claim Review : રેલીમાં અમિત શાહના 'કોંગ્રેસ પાર્ટી' બોલવા પર લાગ્યા 'ઝિંદાબાદ' ના નારા
  • Claimed By : Dk Jaipal
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion
Read More

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later