X

Fact Check: રાહુલ ગાંધીના ફોટાને એડિટ કરીને ચિકન અને દારૂ ઉમેરાયો

  • By Vishvas News
  • Updated: January 11, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): કોંગ્રેસની ભારત જોડો યાત્રા તેના બીજા તબક્કામાં હરિયાણા પહોંચી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં તેમની સામે ટેબલ પર ડ્રાય ફ્રૂટ્સ, ચિકન અને એક ગ્લાસમાં દારૂ દેખાય છે. આ તસવીરને વાયરલ કરતા કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ રાહુલ ગાંધી વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે આ તસવીરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ ગાંધીની તસવીરને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. અસલી તસવીરમાં પ્લેટમાં ચિકન અને ગ્લાસમાં દારૂ નથી. તપાસમાં જાણવા મળ્યું કે ડિજિટલ ટૂલ્સની મદદથી તસવીરને એડિટ કરીને ચિકન અને દારૂ ઉમેરવામાં આવ્યો.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર મુકેશ કુમારે 9 જાન્યુઆરી, 2023ના વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “જય હો શુક્રાચાર્ય કે ચેલે… તુઝે કહાં થંડ લગેગી.” વાયરલ તસવીર પર લખેલું છે કે, “તપસ્વી તપસ્યા મેં લીન છે.”

સોશિયલ મીડિયા પર વધુ એક તસવીર વાયરલ થઈ છે. જેમાં રાહુલ ગાંધીની પાછળ એક શખ્સ ચાની કીટલી પકડીને જોવા મળી રહ્યો છે.

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. તેનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ .

તપાસ

રાહુલ ગાંધીની વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને ‘ભારત જોડો યાત્રા’ની સત્તાવાર વેબસાઈટ પર અસલ તસવીર જોવા મળી. વેબસાઈટ પર ભારત જોડો યાત્રા અંગે અપડેટ આપતી વખતે પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતાના એક ટ્વીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્વીટમાં રાહુલ ગાંધીની અસલ તસવીરને જોઈ શકાય છે.

પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતાએ રાહુલ ગાંધીની અસલી તસવીરને 7 જાન્યુઆરી 2023ના રોજ શેર કરી હતી. તસવીર શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં જણાવ્યું છે કે તેઓ પંજાબ જઈ રહ્યા હતા, ત્યારે કરનાલ પાસે આવેલા એક ઢાબા પર તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે થઈ હતી. આ તસવીર તે સમયની છે.

તપાસ દરમિયાન અમને સમાન તસવીર ઘણા ન્યૂઝ રિપોર્ટ્સમાં આ અંગે જાણકારીની સાથે પ્રકાશિત મળી. ટાઈમ્સ નાઉએ અસલ તસવીરને પ્રકાશિત કરતા રાહુલ ગાંધીની દિનચર્યા વિશે જણાવ્યું. જ્યારે ન્યૂઝ 24એ અસલી તસવીર સાથે એક રિપોર્ટને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે.

વધુ માહિતી માટે અમે રાહુલ ગાંધી સાથે આ રેલીમાં સામેલ નેતા રાજપાલ બિષ્ટનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું, વાયરલ તસવીરને એડિટ કરવામાં આવી છે. તેમને બદનામ કરવા માટે વિરોધ પક્ષો આવા ખોટા કામો કરી રહ્યા છે. તેઓ રાહુલ ગાંધીની છબી ખરાબ કરવા માંગે છે, તેથી તેઓ આવી રીતો અપનાવી રહ્યા છે.

આ પહેલીવાર નથી, જ્યારે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રાને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોય. આ પહેલા પણ ઘણી વખત ફેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. ભારત જોડો યાત્રાની શરૂઆત થયા બાદથી જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ખોટા દાવાઓ વાયરલ થતા રહે છે. તેના ફેક્ટ ચેક રિપોર્ટને તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો.

તપાસના અંતે વિશ્વાસ ન્યૂઝે નકલી દાવો શેર કરનાર યુઝર મુકેશ કુમારના ફેસબુક હેન્ડલનું સોશિયલ સ્કેનિંગ કર્યું. ફેસબુક પર યુઝરના 4 હજાર 400થી વધુ ફ્રેન્ડ્સ છે. પ્રોફાઈલ સ્કેન કરતાં અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ ગાંધીની તસવીરને ખોટા દાવા સાથે એડિટ કરીને શેર કરવામાં આવી રહી છે. અસલ તસવીરમાં પ્લેટમાં ડ્રાઈ ફ્રુટ્સ અને ગ્લાસમાં ચા છે, જેને દુષ્પ્રચારના હેતુથી અડિટ કરીને બદલવામાં આવ્યા છે.

  • Claim Review : તપસ્વી તપસ્યા મેં લીન છે.
  • Claimed By : મુકેશ કુમારે
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later