X

ફેક્ટ ચેક : વાયરલ તસવીરમાં સ્મૃતિ ઈરાની નથી, બેલી ડાન્સરના ફોટાને એડિટ કરીને લગાવાયો કેન્દ્રીય મંત્રીનો ચહેરો

  • By Vishvas News
  • Updated: December 30, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ ‘પઠાણ’ના ‘બેશરમ રંગ’ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી હોવાથી છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા પર વધુ એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં કથિત રીતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ખૂબ જ ગ્લેમરસ કપડામાં જોવા મળી રહ્યા છે. જાગરણ ગુજરાતીના રિસર્ચમાં જાણવા મળ્યું કે આ ફોટો નકલી છે.

ફિલ્મ ‘પઠાણ’ના એક ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા કેસરી બિકીની પહેરવાને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકો આ ફિલ્મના બહિષ્કારની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ફોટોએ લોકોમાં ચર્ચા જગાવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની એક કથિત તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં તેઓ બેલી ડાન્સ આઉટફિટ પહેરેલ જોવા મળી રહ્યા છે. આ તસવીરને દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે તે સ્મૃતિ ઈરાનીની નાની ઉંમરની તસવીર છે.

શું છે વાયરલ પોસ્ટમાં ?

એક ટ્વિટર યુઝરે આ પોસ્ટ કરીને લખ્યું, “અંધ ભક્તોની માતા, ઘણી મહેનત પછી આ ફોટો હાથ લાગ્યો છે!!”. વાયરલ તસવીરને શેર કરતા એક ફેસબુક યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોઈ બતેગા યે ક્યા અંધભક્તો કી મમ્મી ઈમરતી ઈરાની હૈ.”

પોસ્ટનું આર્કાઇવ કરેલ સંસ્કરણ અહીં ક્લિક કરીને જોઈ શકો છો.

તપાસ

જ્યારે જાગરણ ગુજરાતીએ આ વાયરલ તસવીરની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સામે આવ્યું કે આ તસવીર નકલી છે. અસલી તસવીર એક બેલી ડાન્સરની હતી, જેનો ચહરો હટાવી ત્યાં એડિટિંગ કરીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો ચહેરો લગાવી દેવામાં આવ્યો.

વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે અમે ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. આ દરમિયાન અમને Trip Advisor.comની વેબસાઈટ પર અસલી તસવીર મળી. જેમાં આપેલી માહિતી અનુસાર, અસલી તસવીર તુર્કીની બેલી ડાન્સરની છે, જેને તુર્કીમાં ‘તુર્કીશ BBQ નાઇટ’માં ક્લિક કરવામાં આવી હતી. અસલ તસવીરની સાથે-સાથે વિવિધ ક્લબોની અન્ય ઘણી તસવીરો પણ શેર કરવામાં આવી છે.

અમે જ્યારે અસલી અને નકલી તસવીરની તુલના કરી. ત્યારે બંને તસવીરો જોતાં એ સ્પષ્ટ થાય છે કે વાયરલ તસવીરને એડિટ કરીને તૈયાર કરવામાં આવી છે અને ત્યારબાદ તેને ફિલ્ટર દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ બનાવવામાં આવી છે, જ્યારે અસલી તસવીર કલરફુલ છે.

વધુ જાણકારી માટે અમે ભાજપના પ્રવક્તા શિવરાય કુલકર્ણીનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે, “લોકોની વચ્ચે નફરત ફેલાવવાના ઈરાદાથી આ તસવીર એડિટ કરીને બનાવવામાં આવી છે.”

તપાસના અંતે અમે આ પોસ્ટ શેર કરનાર વિકાસ કેમરી આંબેડકરવાડીની તપાસ કરી. જેમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરના 9 હજાર ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની તથ્ય તપાસ કરી અને જાણવા મળ્યું કે તે સ્મૃતિ ઈરાનીની નહીં પણ તુર્કીની બેલી ડાન્સરની છે. પ્રચારના આશયથી એડિટિંગની મદદથી ઓરિજીનલ તસવીર સાથે છેડછાડ કરીને તેને એડિટ કરીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી છે.

  • Claim Review : સ્મૃતિ ઈરાનીની તસવીર
  • Claimed By : વિકાસ કેમરી આંબેડકરવાદી
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later