Fact Check: અક્ષય કુમારના એડિટેડ વીડિયોને ઇમરાન ખાનને સમર્થન આપવાના નામે કરાઈ રહ્યો છે વાયરલ
- By Vishvas News
- Updated: May 23, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની 9 મેના રોજ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને 12 મેના રોજ બે અઠવાડિયા માટે જામીન આપવામાં આવ્યા હતા. હવે તેની સાથે જોડીને બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની એક વીડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી રહી છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમારે ઈમરાન ખાનને સમર્થન કર્યું છે. વીડિયો ક્લિપમાં અક્ષય કુમારને ઇમરાન ખાનના સમર્થનમાં બોલતા સાંભળી શકાય છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો નીકળ્યો. અભિનેતા અક્ષય કુમારના જૂના વીડિયોમાં ઓડિયોને અલગથી ઉમેરવામાં આવ્યો છે. અસલી વીડિયો વર્ષ 2019નો છે, જેમાં અક્ષય કુમાર ગોકી વાઈટલ ઈસીજી સ્માર્ટ બેન્ડ વિશે જણાવી રહ્યા છે. એડિટેડ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરલ પોસ્ટ
ફેસબુક પેજ ‘આઈ લવ ઈમરાન ખાન’એ 12 મેના રોજ આ વીડિયો શેર કર્યો છે અને અંગ્રેજીમાં કેપ્શન લખ્યું છે, “Hi guys this is Akshay Kumar I love you Pakistan and I am with Imran khan free Imran khan now”
ગુજરાતી અનુવાદ: “નમસ્કાર મિત્રો, હું અક્ષય કુમાર છું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું અને હું પણ ઇમરાન ખાનની સાથે છું. ઈમરાન ખાનને આઝાદ કરો.”
કેટલાક અન્ય યુઝર્સે પણ આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે. વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે .
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા કીવર્ડ્સ સાથે આ વિશે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. અમને દાવાની પુષ્ટિ કરતા કોઈપણ વિશ્વાસનીય ન્યૂઝ રિર્પોર્ટ નથી મળ્યા.
તપાસને આગળ વધારતા અમે વાયરલ વીડિયોને ઈનવિડ ટૂલ દ્વારા સર્ચ કર્યો. આ ટૂલના માધ્યમથી વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢવામાં આવી. પછી તેને ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ અને ગૂગલ લેન્સના માધ્યમથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અસલી વીડિયો અમને ફિટનેસ કંપની ‘GOQii’ના વેરિફાઈડ ફેસબુક પેજ પર 22 નવેમ્બર 2019ના રોજ અપલોડ કરેલો મળ્યો. વીડિયોમાં અક્ષય કુમારને કહેતા સાંભળી શકાય છે કે તેઓ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. વીડિયોમાં તેમને GOQii Vital ECG અને હાર્ટના હેલ્થ વિશે વાત કરતા જોઈ શકાય છે.
સર્ચ દરમિયાન અમને અસલી વીડિયો ‘GOQii’ની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ મળ્યો. 22 નવેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં વાયરલ વીડિયોનું દ્રશ્ય સ્પષ્ટપણો જોઈ શકાય છે.
વાયરલ વીડિયોને ગોકીના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ જોઈ શકાય છે. વાયરલ વીડિયો સાથે જોડાયેલા સમાચાર ઘણી વેબસાઈટ પર વાંચી શકાય છે.
તપાસને આગળ વધારતા અમે બોલિવૂડના વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકર સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું, “આ વીડિયો ફેક છે. વાયરલ વીડિયો એડિટેડ છે.”
ત્યારબાદ અમે વીડિયોને શેર કરનાર ફેસબુક પેજ વિશે જાણવાનું શરૂ કર્યું. અમને જાણવા મળ્યું કે ફેસબુક પેજ I Love Imran Khanના 718.1K મેમ્બર છે. આ પેજને સપ્ટેમ્બર 2019ના રોજ બનાવવામાં આવ્યું હતું.
આ પહેલા પણ ઋતિક રોશનના નામે પણ આવો જ એડિટેડ વીડિયો વાયરલ થયો હતો. જેની તપાસ વિશ્વાસ ન્યુઝે કરી હતી. ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકાય છે .
નિષ્કર્ષ: ઇમરાન ખાનને સમર્થન આપવાને લઈને વાયરલ કરવામાં આવી રહેલો અભિનેતા અક્ષય કુમારનો વાયરલ વીડિયો એડિટેડ છે. જૂના વીડિયોમાં ઓડિયોને અલગથી ઉમેરવામાં આવ્યો છે.
- Claim Review : અક્ષય કુમારે ઈમરાન ખાનને સમર્થન કર્યું છે.
- Claimed By : ફેસબુક પેજ - I Love Imran Khan
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com