X

ફેક્ટ ચેક: ડોન ન્યૂઝના નામે ફેક પોસ્ટ થઈ વાયરલ, જાણો શું થયો ખુલાસો

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ જાણવા મળ્યું કે ડોન ન્યૂઝના નામથી પ્રકાશિત આ સ્ક્રીનશોટ ફર્જી છે. ડોન ન્યૂઝે આવા કોઈ સમાચાર પોસ્ટ કર્યા નથી.

  • By Vishvas News
  • Updated: September 25, 2022

નવી દિલ્હી: આ સમયે ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પૂરને લઈને ઘણી જૂની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. હવે આ કડીમાં ડ્રોન ન્યૂઝ આર્ટિકલ ગણાવીને એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે, પાકિસ્તાનમાં પૂર જલવાયુ પરિવર્તનના કારણે નથી આવ્યું પરંતુ લોકો કુરાન નથી વાંચતા એટલા માટે આવ્યું છે. વિશ્વાસ ન્યૂઝને પોતાના રિસર્ચમાં જાણવા મળ્યું કે, વાયરલ થયેલો સ્ક્રીનશોટ નકલી છે. ડ્રોન ન્યૂઝે આવા કોઈ સમાચાર પ્રકાશિત નથી કર્યા.

શું છે આ વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યૂઝરે એક ન્યૂઝ સ્ટોરીનો સ્ક્રીનશોટ વાયરલ કર્યો છે અને તેમા ડ્રોન ન્યૂઝ અને હેડલાઈનમાં લખ્યું છે, ગુજરાતી અનુવાદ,“ પાકિસ્તાનમાં પૂર જલવાયુ પરિવર્તનના કારણે નથી આવ્યું પરંતુ લોકો કુરાન નથી વાંચતા એટલા માટે આવ્યું છે.” આ સમાચારના સ્ક્રનીશોટમાં પૂરની કેટલીક તસવીરો પણ જોવા મળી રહી છે.

તપાસ

ડોન ન્યૂઝના નામે વાયરલ થયેલ આ સ્ક્રીનશોટમાં તારીખ 27 ઓગસ્ટ 2022 લખેલી છે અને સમાચાર લખનાર પત્રકારોમાં સલીમ શાહિદ,મંજૂર અલી, ઈફ્તિખાર એ ખાનના નામ જોવા મળી રહ્યા છે.

આ સમાચારની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ડોન ન્યૂઝ જોઈ અને કી વર્ડના આધારે ન્યૂઝ સર્ચ કરીને તપાસ શરૂ કરી. સર્ચમાં 27 ઓગસ્ટ 2022ના એક સમાચાર મળ્યા, જેમાં પૂર સાથે સંબંધિત આ જ વાયરલ તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યા હતા અને તે જ પત્રકારોના નામ પણ હતા જે વાયરલ પોસ્ટમાં હતા. જો કે આ સમાચારની હેડલાઈન હતા, ‘Army called in as KP faces flood threat.’

ઈ પેપર પર પણ અમને આ સમાચાર 27 ઓગસ્ટ 2022ના પહેલા પાના પર જોવા મળી. અહિંયા પણ સ્પષ્ટ પણે જોવા મળ્યું કે, મૂળ હેડિંગને એડિટ કરીને નકલી હેડિંગ કરવામાં આવ્યું છે.

અહિંયા પણ સ્પષ્ટ પણે જોવા મળ્યું કે, મૂળ હેડિંગને એડિટ કરીને નકલી હેડિંગ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ડ્રોન ન્યૂઝે પણ આ સમાચારને ફેક ગણાવ્યા છે. 30 ઓગસ્ટ 2022માં પ્રકાશિત આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં વિનાશકારી પૂર વિશે ડોન ન્યૂઝનો એક એડિટેડ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ડોનના મૂળ સમાચાર 27 ઓગસ્ટના રોજ અખબારમાં ‘Army called in as KP faces flood threat.’ નામના શિર્ષકથી છાપવામાં આવ્યા હતા.

આ વાયરલ સમાચાર અંગે અમે ડ્રોન ન્યૂઝના ડીએન(ડાયરેક્ટર ન્યૂઝ) જાહિદ મઝહરનો સંપર્ક કર્યો તેમણે પણ વાયરલ પોસ્ટને ફેક ગણાવી.

ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝર વિશે તપાસ કરી તો તેનું નામ આલોક શર્મા છે અને તેના 199 ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ જાણવા મળ્યું કે ડોન ન્યૂઝના નામથી પ્રકાશિત આ સ્ક્રીનશોટ ફર્જી છે. ડોન ન્યૂઝે આવા કોઈ સમાચાર પોસ્ટ કર્યા નથી.

  • Claim Review : પાકિસ્તાનમાં પૂર જલવાયુ પરિવર્તનના કારણે નથી આવ્યું પરંતુ લોકો કુરાન નથી વાંચતા એટલા માટે આવ્યું છે
  • Claimed By : Alok Sharma
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later