X

ગુજરાતના સર્કલની તસવીરને અયોધ્યાની હોવાનું જણાવીને કરવામાં આવી વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. જે તસવીરને અયોધ્યાની હોવાનું જણાવી વાયરલ કરવામાં આવી રહી છે, તે ગુજરાતની છે.

  • By Vishvas News
  • Updated: January 30, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે. તેમાં ચાર રસ્તાના સર્કલમાં ગદા અને તીર-ધનુષ્યના સ્ટેચ્યુને જોઈ શકાય છે. ઈન્ટરનેટ ઉપર યૂઝર્સ આ તસવીરને અયોધ્યાની હોવાનું જણાવીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી તો તે ભ્રામક નીકળી. વાસ્તવમાં ગુજરાતના વડોદરાના ગદા સર્કલની એક તસવીરને કેટલાક લોકો અયોધ્યાની હોવાનું જણાવીને જૂઠ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ

ફેસબુક પેજ વી સપોર્ટ હિન્દુત્વએ 21 ડિસેમ્બરે એક તસવીર પોસ્ટ કરી હતી. તેમાં સડકની વચ્ચોવચ એક ગદા અને તીર ધનુષ્યની ડિઝાઈન જોઈ શકાય છે. દાવો કરવામાં આવેલ : “જય શ્રી રામ અયોધ્યામાં નિર્મિત દિવ્ય ચોક જોઈને ખુશી થઈ તો એકવાર જય શ્રી રામનો જયકાર બોલાવો.”

ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને અહીં જેવું છે તેવું લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને બીજા યૂઝર્સ પણ ખૂબ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ્ઝ્ડ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે અયોધ્યાના નામે વાયરલ તસવીરની સચ્ચાઈ જાણવા માટે સૌથી પહેલાં ઓનલાઈન ટૂલનો ઉપયોગ કર્યો. ગૂગલ રિવર્સ ઈમેજ ટૂલમાં તસવીરને અપલોડ કરીને સર્ચ કરવા પર આ તસવીર અમને ઘણી જગ્યાએ જોવા મળી. એક ફેસબુક પેજે 11 જૂન 2020 ના રોજ આ તસવીરને અપલોડ કરીને તે વડોદરાના હરણી રોડના સર્કલની હોવાનું જણાવ્યું હતું.

આના આધારે વિશ્વાસ ન્યૂઝે ગૂગલમાં સંબંધિત કીવર્ડ ટાઈપ કરીને સર્ચ કર્યું. વાયરલ તસવીર અમને બીજા એંગલથી એક વેબસાઈટ ઉપર મળી. તેને પણ વડોદરા એરપોર્ટ રોડની જણાવી હતી. તે અહીં જોઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસ આગળ વધારતાં ગૂગલ મેપની મદદ લીધી. સંબંધિત કીવર્ડથી સર્ચ કરવા પર અમને આ સર્કલ વડોદરાના એરપોર્ટ રોડ ઉપર જોવા મળેલ. તેના માટે મેપમાં જઈને અમે સ્ટ્રીટ વ્યૂની મદદ લીધી. અહીં વાયરલ તસવીરવાળા સર્કલની તસવીર જોઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસના આગળના તબક્કામાં અયોધ્યામાં સંપર્ક કર્યો. અમારે જાણવું હતું કે શું અયોધ્યામાં પણ આવું કોઈ સર્કલ છે? દૈનિક જાગરણ, અયોધ્યાના બ્યૂરો ચીફ રમાશરણ અવસ્થીએ વાયરલ પોસ્ટને ફેક હોવાનું જણાવીને કહ્યું કે આ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. જે તસવીરને અયોધ્યાની હોવાનું જણાવી વાયરલ કરવામાં આવી રહી છે, તે ગુજરાતની છે.

  • Claim Review : અયોધ્યાની તસવીર
  • Claimed By : ફેસબુક પેજ We support hindutva
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later