X

ફેક્ટ ચેક: શું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન હેર ડ્રાયર વડે પીચ સુકવવામાં આવી?

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચના નામે પિચ સુકવવાની વાયરલ તસવીર 2020ની ભારત અને શ્રીલંકા મેચની છે.

  • By Vishvas News
  • Updated: September 30, 2022

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાયેલી મેચ બાદ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આમાં, પીચને હેર ડ્રાયરની મદદથી સૂકવતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને તાજેતરની બતાવીને વાયરલ કરી રહ્યા છે. આ તસવીર મહારાષ્ટ્રના નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહી છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તેમાં જાણવા મળ્યું કે, જાન્યુઆરી 2020ની ગુવાહાટીની એક જૂની તસવીર હવે ભ્રામક દાવાઓ સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ વાયરલ તસવીરને નાગપુરની મેચ સાથે કોઈ લેવાદેવા નથી.

શું વાયરલ થઈ રહ્યું છે આ પોસ્ટમાં

ફેસબુક યુઝર રાણા ગુલરેઝ અહેમદે 23 સપ્ટેમ્બરે એક તસવીર પોસ્ટ કરતા અંગ્રેજીમાં લખ્યું:
‘World’s richest cricket board #BCCI #indvsaus’

આ તસવીર સાથે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સાથેનો હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ફેક્ટ ચેકના હેતુથી પોસ્ટના કેન્ટેન્ટને અહીં જેમનું તેમ લખવામાં આવ્યું છે. અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે.

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા હેરડ્રાયર વડે પિચને સૂકવતી જે તસવીર વાયરલ થઈ હતા તેને ગુગલ રિવર્સ ઈમેજ ટૂલમાં અપલોડ કરી. સર્ચમાં અમને ધ ક્વિન્ટની વેબસાઈટ પર જૂના સમાચારમાં યૂઝ કરવામાં આવેલી તસવીર મળી. 6 જાન્યુઆરી 2020 ના રોજ પ્રકાશિત આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે, ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા મેચ દરમિયાન ભીની પિચને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર સમાચાર અહીં વાંચી શકાય છે.

સર્ચ દરમિયાન યુટ્યુબ પર એક વીડિયો પણ જોવા મળ્યો. જનસત્તાની યુટ્યુબ ચેનલ પર હાજર આ વીડિયો 6 જૂન 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવું જાણવા મળ્યું હતું કે, ગુવાહાટીમાં ભારત-શ્રીલંકા મેચ દરમિયાન વરસાદ પડવાને કારણે પિચ ભીની થઈ ગઈ હતી. તેને સૂકવવા માટે પિચને વેક્યૂમ ક્લીનર, હેર ડ્રાયર અને પ્રેસ વડે સૂકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સર્ચ દરમિયાન પાકિસ્તાની પત્રકાર સાજ સાદિકના ટ્વિટર હેન્ડલ પર એક જૂની પોસ્ટ જોવા મળી. 6 જાન્યુઆરી 2020ની આ પોસ્ટમાં એ બતાવવા માટે બે તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો કે, ગુવાહાટીમાં હેરડ્રાયર અને સ્ટીમ આયર્ન પણ ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં પિચને સૂકવવામાં નિષ્ફળ રહ્યા.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારવા માટે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીનો સંપર્ક કર્યો. તેની સાથે વાયરલ પોસ્ટ શેર કરવામાં આવી. તેમણે કહ્યું કે, વાયરલ તસવીરને નાગપુરની મેચ સાથે કોઈ લેવાદેવા નથી. આ ગુવાહાટીની જૂની તસવીર છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચના નામે પિચ સુકવવાની વાયરલ તસવીર 2020ની ભારત અને શ્રીલંકા મેચની છે.

  • Claim Review : ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચેની મેચમાં હેર ડ્રાયર વડે પીચ સુકવવામાં આવી
  • Claimed By : ફેસબુક યૂઝર રાણા ગુલરેઝ અહમદ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later