X

ફેક્ટ ચેક: બ્રિટનની મહારાણી સાથે આરએસએસના સભ્યોની વાયરલ થયેલી તસવીર મામલે સામે આવી ચોંકાવનારી હકિકત

વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને દાવો ખોટો છે તેવું જાણવા મળ્યું. વાસ્તવમાં આ તસવીર એડિટેડ છે, જેને બે અલગ અલગ તસવીરોને જોડીને બનાવવામાં આવી છે.

  • By Vishvas News
  • Updated: September 16, 2022

નવી દિલ્હી: જ્યારથી બ્રિટનની મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે ત્યારથી તેને લઈને અનેક દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન એક પોસ્ટ બહું ઝડપી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના જૂના યૂનિફોર્મ પહેરેલા કેટલાક યુવાનો સાથે બ્રિટનની મહારાણીને જોઈ શકાય છે. પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, તસવીર ત્યારની છે જ્યારે આરએસએસએ બ્રિટનની મહારાણીને સલામી આપી હતી. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ જાવો ખોટો સાબિત થયો છે. વાયરલ તસવીર એડિટેડ છે. બે અલગ અલગ તસવીરોને જોડીને આ તસવીર બનાવવામાં આવી છે.

કઈ તસવીર થઈ વાયરલ

ફેસબુક યુઝર કુલદીપ આર્યા જીએ આ તસવીરને શેર કરી છે. તસવીર ઉપર લખ્યું છે કે, #જ્યારે આખો દેશ અંગ્રેજો સામે લડી રહ્યો હતો ત્યારે કેટલાક દેશદ્રોહીઓ ઈંગ્લેન્ડની રાણીને #સલામી આપી રહ્યા હતા. સાંભળ્યું છે કે તેના વંશજો પોતાને દેશભક્ત કહે છે. આ તસવીરને સાચી માનીને કેટલાક અન્ય યૂઝર્સ પણ તેને શેર કરી રહ્યા છે.

તપાસ઼

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે ગૂગલ રિવર્સ ઈમેજ ચૂલની મદદ લીધી, અમને આરએસએસ સ્વયંસેવકોની આ તસવીર nagpurtoday.inની વેબસાઈટ પર 14 ઓગસ્ટ 2013માં પ્રકાશિત એક સમાચારમાં મળી. તે તસવીરમાં આ સ્વયંસેવકો સામે કોઈ ઉભેલુ જોવા નથી મળી રહ્યું.

આ વાયરલ તસવીરને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પર 4 ઓક્ટોબર 2017માં પબ્લિશ એક આર્ટિકલમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમને આ તસવીર deccanchronicle.com પર પણ મળી. અહિયા હાજર તસવીરમાં પણ આ સ્વયંસેવકોની આગળ બ્રિટનની મહારાણી જોવા ન મળી.

તપાસમાં હવે અમે આગળ બ્રિટનની મહારાણીની તસવીર શોધવાની શરૂ કરી. અમને CNN ની વેબસાઈટ પર 21 એપ્રીલ 2016ના એક આર્ટિકલમાં આ તસવીર જોવા મળી. તસવીર સાથે લખેલા કેપ્શન અનુસાર મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ 2 ફેબ્રુઆરી 1956ના રોજ પોતાના કોમનવેલ્થ પ્રવાસ દરમિયાન નાઇજીરીયાના કડુના એરપોર્ટ પર નવા નામવાળી ક્વીન્સ ઓન નાઇજીરીયા રેજિમેન્ટ, રોયલ વેસ્ટ આફ્રિકન ફ્રન્ટિયર ફોર્સના પૂરૂષોનું નિરીક્ષણ કર્યું.

અમારી અહીં સુધીની તપાસમાં જાણવા મળ્યું કે આ બન્ને તસવીરોને જોડીને વાયરલ તસવીર બનાવવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે આ તસવીર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી હોય. પહેલા પણ આ તસવીર વાયરલ થઈ ચૂકી છે, જેની તપાસ વિશ્વાસ ન્ચૂઝે જ કરી હતી.

વિશ્વાસ ન્યૂઝે આ મામલે આરએસએસ દિલ્હીના સભ્ય રાજીવ તુલીનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે,આ તસવીર એડિટેડ છે અને વાયરલ દાવો ખોટો છે.

તપાસના અંતમાં અમે આ તસવીર શેર કરનાર સોશિયલ મીડિયા યૂઝરનું ફેસબુક હેન્ડલ ચેક કર્યું. સ્કેનિંગમાં સામે આવ્યું કે, યૂઝર લખનઉનો રહેવાસી છે. યૂઝર કોઈ ખાસ વિચારધારાથી પ્રભાવિત છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને દાવો ખોટો છે તેવું જાણવા મળ્યું. વાસ્તવમાં આ તસવીર એડિટેડ છે, જેને બે અલગ અલગ તસવીરોને જોડીને બનાવવામાં આવી છે.

  • Claim Review : જ્યારે આખો દેશ અંગ્રેજો સામે લડી રહ્યો હતો, ત્યારે કેટલાક દેશદ્રોહી ઈંગ્લેન્ડની રાણીને સલામ કરી રહ્યા હતા.
  • Claimed By : કુલદીપ આર્ય જી
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later