X

Fact Check: ભારત જોડો યાત્રા વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા માટે સુનિધિ ચૌહાણના વીડિયો સાથે કરાઈ છેડછાડ

  • By Vishvas News
  • Updated: December 30, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3570 કિલોમીટરની ‘ભારત જોડો યાત્રા’ના આજે 109 દિવસ પૂર્ણ થયા છે. 7મી સપ્ટેમ્બરે તેઓએ આ યાત્રાનો કન્યાકુમારીથી પ્રારંભ કર્યો હતો. જે અત્યાર સુધીમાં આઠ રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પસાર થઈ છે. આ યાત્રા હવે દિલ્હી પહોંચી ગઈ છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ભલે રાજસ્થાનમાંથી પસાર થઈ હોય, પરંતુ નકલી પોસ્ટ વાયરલ કરવાનો સિલસિલો હજુ અટક્યો નથી.

હવે ભારત જોડો યાત્રા દરમિયાન જયપુરમાં સુનિધિ ચૌહાણના કોન્સર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન તેણે એક અશ્લીલ ભોજપુરી ગીત ગાયું હતું. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. જોકે, જાગરણ ગુજરાતી ન્યૂઝે આ વાયરલ પોસ્ટની તપાસ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, સુનિધિ ચૌહાણના અસલી વીડિયો સાથે છેડછાડ કરી તેમાં અશ્લીલ ગીતો ઉમેરીને આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. મૂળ વીડિયોમાં તેણે ‘વક્ત કા ક્યા ભરોસા’ ગીત ગાયું હતું.

શું વાયરલ થઈ રહ્યું છે ?

ફેસબુક યુઝર દિલીપ કુમારે 22 ડિસેમ્બરે સુનિધિ ચૌહાણના જયપુર કોન્સર્ટનો એક મિનિટનો વીડિયો અપલોડ કર્યો હતો અને લખ્યું હતું, ‘Refreshing nights of padyatra days With Rajasthan CM Ashok Gehlot -Rahul Gandhi…’

આ વીડિયોમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોતને જોઈ શકાય છે. આ સિવાય સુનિધિ ચૌહાણ એક અભદ્ર ભોજપુરી ગીત ગાતી જોવા મળી છે. જોકે, જાગરણ ગુજરાતી ન્યૂઝ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પોસ્ટની વસ્તુઓ જેમ છે તેમ અહીં રજૂ કરવામાં આવી છે. આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં ક્લિક કરીને જોઈ શકો છો.

તપાસ

અમે વાયરલ વીડિયોની હકીકત તપાસવા માટે સૌપ્રથમ આ વીડિયોમાંથી થોડીક માહિતી મેળવી હતી. આ માટે ઇનવિડ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટૂલમાં વાયરલ વીડિયો અપલોડ કરીને અનેક ગ્રેબ્સ કાઢવામાં આવ્યા. આ પછી તેને યાન્ડેક્સ અને ગૂગલ રિવર્સ ઈમેજ જેવા ઓનલાઈન ટૂલ્સમાં અપલોડ અને સર્ચ કરવામાં આવ્યું. અમને યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયોનો એક શોર્ટ વીડિયો મળ્યો. તે 19 ડિસેમ્બરે અપલોડ કરવામાં આવ્યો હતો. આમાં સુનિધિ ‘વક્ત કા ક્યા ભરોસા’ ગીત ગાતી જોવા મળી શકે છે.

તપાસમાં સામે આવ્યું છે કે ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવાના અવસર પર 16 ડિસેમ્બરે રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મ્યૂઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. તે દરમિયાન સુનિધિ ચૌહાણે ઘણા ગીતો ગાયા. પરંતુ કોઈએ તેના વીડિયો સાથે છેડછાડ કરી અને ઓડિયો બદલીને ભોજપુરી ગાયક પવન સિંહ અને ગાયિકા ઈન્દુ સોનાલીનું ગીત તેમાં જોડી દીધું.

આ મામલે જાગરણ ન્યૂઝ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના OSD લોકેશ શર્માનો સંપર્ક કરાયો, ત્યારે તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન જયપુરના આલ્બર્ટ હોલ ખાતે સુનિધિ ચૌહાણના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયના એક વીડિયોના ઓડિયોને બદલી આપત્તિજનક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

હવે ફેક વીડિયો વાયરલ કરનાર યુઝરની તપાસ કરવાનો વારો હતો. ફેસબુક યુઝર દિલીપ કુમારની તપાસમાં જાણવા મળ્યું કે યુઝર નવી દિલ્હીમાં રહે છે. તેના એક હજારથી વધુ ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને વાયરલ પોસ્ટ નકલી હોવાનું જણાયું. સુનિધિ ચૌહાણે જયપુરમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટમાં રાહુલ ગાંધીની સામે કોઈ અશ્લીલ ભોજપુરી ગીત ગાયું ન હતું. વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.

  • Claim Review : ભારત જોડો યાત્રાના મ્યુઝિક કન્સર્ટમાં સુનિધિ ચૌહાણે રાહુલ ગાંધી સામે અશ્લિલ ભોજપુરી ગીત ગાયું
  • Claimed By : ફેસબુક યુઝર દિલીપ કુમાર
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later