X

ફેક્ટ ચેકઃ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી નથી લીધી નિવૃત્તિ

  • By Vishvas News
  • Updated: January 8, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સના બે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

વિરાટ કોહલીના સન્યાસને લઈને વાયરલ થઈ રહેલા બંને વીડિયો જૂના છે. વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી સન્યાસ લેવાને લઈને હજુ સુધી આવી કોઈ જાહેરાત નથી કરી. વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ ‘Overall viperએ 4 જાન્યુઆરી વીડિયો શેર કરતા લખ્યું કે, “વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી લીધો સન્યાસ, અલવિદા વિરાટ કોહલી.”

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સાથે સંબંધિત અન્ય કેટલાક વીડિયો પણ સમાન દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યા છે. આ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

તપાસ

વિરાટ કોહલીની નિવૃત્તિ સંબંધિત માહિતી માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા પર ગૂગલ સર્ચ કર્યું. સંબંધિત કીવર્ડ ટાઈપ કરવા પર અમને એવા એક પણ સમાચાર નથી મળ્યા, જે આ વાતની પુષ્ટિ કરે કે વિરાટ કોહલીએ સંન્યાસની જાહેરાત કરી હોય. જો વિરાટે આવું કર્યું હોત તો મીડિયા માટે આ મોટા સમાચાર હોત.

તપાસને આગળ વધારતા અમે આખો વાયરલ વીડિયો સાંભળ્યો. વીડિયોમાં વિરાટે ક્યાંય પણ નિવૃત્તિ વિશે વાત કરી નથી. સર્ચ કરવા પર આ વીડિયો અમને જૂની તારીખમાં ઘણી જગ્યાએ અપલોડ કરેલો જોવા મળ્યો. અપલોડ કરવામાં આવેલ વિડિયો મળ્યો. આ વીડિયો 16 જૂન, 2019ના રોજ ‘ઇવેન્ટ્સ એન્ડ હેપનિંગ સ્પોર્ટ્સ’ નામની ઑફિશિયલ YouTube ચૅનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આપેલી માહિતી અનુસાર, “માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા વિરાટ કોહલીએ પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.”

cricketworldcup.comની વેબસાઇટ પર પણ 16 જૂન 2019ના રોજ અપલડ કરાયેલા વીડિયોને જોઈ શકાય છે. દૈનિક જાગરણની વેબસાઈટ પર 15 જૂન 2019ના રોજ પ્રકાશિત એક સમાચારમાં વાયરલ વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સને જણાવી હતી.

તપાસમાં આગળ અમે વિરાટ કોહલીના સન્યાસને લગતા અન્ય વાયરલ વીડિયોની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, વાયરલ વીડિયો તે સમયનો છે, જ્યારે એશિયા કપ 2022માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની નિવૃત્તિનો દાવો ખોટો છે. અમને આ વીડિયો 5 સપ્ટેમ્બરે અપલોડ કરાયેલો ઘણી યુટ્યુબ ચેનલો પર મળ્યો. ANIની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોના ટાઈટલમાં જણાવવામાં આવ્યું હતું કે ‘એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે પરાજય બાદ વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ.’

અમે આ દાવાને લઈને વિરાટ કોહલીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ સ્કેન કર્યા. ત્યાં પણ અમને આવી કોઈ પોસ્ટ મળી નથી.

T20 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર ઘણા ભારતીય ખેલાડીઓના જૂના વીડિયો અલગ-અલગ દાવાઓની સાથે વાયરલ થયા હતા, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે અમારી તપાસ અહીં વાંચી શકો છો.

આને લઈને અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ સંવાદદાતા અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેઓનું કહેવું છે, “વિરાટ કોહલીનો આ વીડિયો જૂનો છે. તેમણે વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે.”

વીડિયોને ખોટા દાવાની સાથે વાયરલ કરનાર ફેસબુક પેજ Overall viperને અમે સ્કેન કર્યું. આ પેજને એક હજારથી વધુ લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વિરાટ કોહલીની નિવૃત્તિ અંગેનો વાયરલ દાવો ખોટો નીકળ્યો. વાયરલ થઈ રહેલા બંને વીડિયો તાજેતરના નથી પરંતુ જૂના છે અને વિરાટ કોહલીએ હજુ સુધી નિવૃત્તિ અંગે કોઈ જાહેરાત કરી નથી.

Claim Review : વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

Claimed By : ફેસબુક પેજ -Overall viper

Fact Check : જૂઠ

factcheck #indian #batsman #viratkohli #not #retired #cricket

  • Claim Review : વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
  • Claimed By : ફેસબુક પેજ -Overall viper
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later