X
X

Fact Check: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉની એક્ટ્રેસ મુનમુન દત્તાની સગાઈને લઈને વાયરલ થઈ ફેક પોસ્ટ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. મુનમુન દત્તા અને અભિનેતા રાજ અનડકટ બંનેએ સગાઈના સમાચારને નકારી કાઢ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં બબીતા​​જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તાએ સગાઈ કરી લીધી છે. તેઓએ પોતાના જ શૉમાં ટપ્પુનું પાત્ર ભજવનાર એક્ટર રાજ અનડકટ સાથે સગાઈ કરી છે. 

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. મુનમુન દત્તા અને અભિનેતા રાજ અનડકટ બંનેએ સગાઈના સમાચારને નકારી કાઢ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘જ્ઞાન સાંખ્ય’એ 13 માર્ચ, 2024ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના બબીતા​​જી અને ટપ્પુએ એકબીજા સાથે સગાઈ કરી લીધી છે. આ બંને વચ્ચે ઉંમરનો તફાવત 9 વર્ષનો છે. થોડા સમય પહેલા જ રાજ અનડકટ અને મુનમુન દત્તાના ડેટિંગની અફવા ઉડી હતી, જેને મુનમુન દત્તાએ નકારી કાઢી હતી, પરંતુ હવે આ બંનેની સગાઈના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે બબીતા​​જી અને ટપ્પુ એકબીજા સાથે લગ્ન પણ કરી શકે છે. આ સમાચાર બાદ કેટલાક લોકો બબીતા​​જીની ટીકા કરી રહ્યા છે કે તેમણે એક બાળકને પોતાના પ્રેમની જાળમાં ફસાવી દીધો છે.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દૈનિક જાગરણની વેબસાઈટ પર દાવા સાથે સંબંધિત રિપોર્ટ મળ્યો. રિપોર્ટ (આર્કાઇવ લિંક)ને 13 માર્ચ 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, ”ન્યૂઝ 18એ અભિનેત્રી મુનમુન દત્તા અને અભિનેતા રાજ અનડકટની સગાઈના સમાચાર પ્રકાશિત કર્યા હતા. જે બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. જોકે, થોડા જ સમય પછી મુનમુન દત્તાએ આ સમાચારને નકારી કાઢ્યા અને તેને ખોટા અને ફેક ગણાવ્યા.”

તપાસ દરમિયાન અમે વાયરલ દાવા સાથે સંબંધિત એક રિપોર્ટ (આર્કાઈવ લિંક)  NDTVની વેબસાઈટ પર મળ્યો. રિપોર્ટને 15 માર્ચ 2024ને પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં મુનમુન દત્તા અને એક્ટર રાજ અનડકટની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના સ્ક્રીનશોટને જોઈ શકાય છે, જેમાં તેમણે સગાઈના સમાચારને નકારી કાઢ્યા છે અને તેને ફેક ગણાવ્યા છે. પોસ્ટ શેર કરતી વખતે રાજ અનડકટે લખ્યું છે કે, તમે સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર જોઈ રહ્યા છો. તે ફેક અને પાયાવિહોણા છે.

અમે એક્ટ્રેસ મુનમુન દત્તાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પણ ચેક કર્યા. ત્યાં દાવાના ખંડન સાથે જોડાયેલી પોસ્ટ મળી. 

વધુ જાણકારી માટે અમે દૈનિક જાગરણના મુંબઈના વરિષ્ઠ સંવાદદાતા સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે બંને તરફથી આનું ખંડન કરવામાં આવ્યું છે. 

અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના લગભગ 6 લાખ ફોલોઅર્સ છે. યુઝર રાજસ્થાનનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. મુનમુન દત્તા અને અભિનેતા રાજ અનડકટ બંનેએ સગાઈના સમાચારને નકારી કાઢ્યા છે.

  • Claim Review : મુનમુન દત્તા અને રાજ અનડકટે કરી સગાઈ.
  • Claimed By : ફેસબુક યુઝર 'જ્ઞાન સાંખ્ય'
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later