
સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટ દાવો કરે છે કે વિટામિન સી નુ વધારે પ્રમાણમાં સેવન કરવાથી કોરોનાવાયરસનો ફેલાવો ધીમો પડી શકે છે અથવા રોકી શકાય છે. વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વાયરલ પોસ્ટ ખોટી છે. હાલમાં, નવિન કોરોનાવાયરસની સારવાર માટે કોઈ રસી નથી અને એવા કોઈ પુરાવા નથી કે વિટામિન સી ની વધુ માત્રા ઉપચાર રોકિ શકે છે.
દાવો
ફેમ હન્હ નામના વપરાશકર્તા દ્વારા ફેસબુક પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યુ છે: વિટામિન સી ના મોટો ડોઝનુ સેવન તાત્કાલિક ઉપયોગ, કોરોનાવાયરસના રોગચાળાને નાટકીયરૂપે ધીમો પડી શકે છે, અથવા બંધ કરી શકે છે. આ પોસ્ટનું આર્ચીવ કરેલું સંસ્કરણ અહીં ચકાસી શકાય છે.
તપાસ
આ વાર્તા મૂળ ઓર્થોમોલ્યુક્યુલર મેડિસિન ન્યૂઝ સર્વિસ નામની વેબસાઇટ પરથી ઉદ્ભવી છે. વેબસાઇટનો દાવો છે કે વિટામિન સી નુ સેવન કોરોનાવાયરસને રોકી અથવા મટાડિ શકે છે. એવા કોઈ વિશ્વસનીય પુરાવા નથી કે વિટામિન સી ને મોટી માત્રામાં લેવાથી કોરોનાવાયરસ મટાડી શકાય છે. યુ.એસ. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની વેબસાઇટ પરના અહેવાલ મુજબ, ઓર્થોમોલેક્યુલર દવા એ શરીરમાં સામાન્ય રીતે હાજર પદાર્થોના પૂરતા પ્રમાણમાં વહીવટ દ્વારા આરોગ્યની પુનઃસ્થાપના અને જાળવણી છે.
વિશ્વાસ ન્યૂઝે ઇન્દ્રપ્રસ્થ એપોલોના, ઇન્ટરનલ મેડિસિન ડો.સુરનજીત ચેટર્જી સાથે વાત કરી. તેમણે કહ્યું: એવો કોઈ પુરાવો નથી કે વિટામીન સી નું મોટી માત્રામાં સેવન વર્તમાન કોરોનાવાયરસને ધીમો અથવા બંધ કરી શકે છે. વર્તમાન કોરોનાવાયરસનો હજી સુધી કોઈ ઉપાય નથી, સ્વચ્છતા જાળવવાથી તેને અટકાવવામાં આવે છે.
સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન મુજબ, હાલમાં 2019-nCoV ચેપને રોકવા માટે કોઈ રસી નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)મુજબ, ચેપ ફેલાવાને રોકવા માટેની પ્રમાણભૂત ભલામણોમાં નિયમિત હાથ ધોવા, ખાંસી અને છીંક આવે ત્યારે મોં અને નાકને ઢાંકવા, માંસ અને ઇંડાને સારી રીતે રાંધવા વગેરે શામેલ છે. ખાંસી અને છીંક આવવી જેવા શ્વસન બિમારીના લક્ષણો દર્શાવતા કોઈપણ વ્યક્તિ સાથે ગાઢ સંપર્ક ટાળો.
निष्कर्ष: નિષ્કર્ષ: વિટામિન સીની મોટા પ્રમાણમાં સેવન કરવાથી કોરોનાવાયરસનો ફેલાવો રોકી શકાતો નથી. ત્યાં કોઈ પુરાવા નથી કે વિટામિન સીની મોટી માત્રા પીવાથી કોરોનાવાયરસનો ફેલાવો રોકી શકાય છે.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.