X

Fact Check: બ્રિટનની મહારાણી એલિઝાબેથના ફોટો વાળું આ બિલ બોર્ડ સંપાદિત થયેલ છે

  • By Vishvas News
  • Updated: April 4, 2021

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક  ફોટામાં, બ્રિટનની મહારાણી એલિઝાબેથના ફોટો વાળા બિલ બોર્ડ પર લખ્યું છે કે તે રસી આપવા બદલ ભારતીય વડા પ્રધાન મોદીના આભારી છે.

Vishvas News ને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ થયેલ દાવો ખોટો છે. વાયરલ ફોટો સંપાદિત થયેલ છે. મૂળ તસવીરમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથનો કોઈ બીજો સંદેશ હતો.

વાયરલ વિડિઓ શું છે?

વાયરલ તસવીરમાં બિલ બોર્ડ પર લખ્યું છે કે, “અમને COVID 19 રસી મોકલવા બદલ પીએમ મોદીનો આભાર, તમે એક સારા છોકરા છો”, સાથે સાથે બ્રિટનની રાણી એલિઝાબેથની તસવીર સાથે લખેલું છે: “બ્રિટીશ સામ્રાજ્ય જ્યાં ક્યારેય સૂર્ય અસ્ત થયો ન હતો, જેમણે 200 વર્ષ સુધી આપના પર શાસન કર્યું, તેઓ પાન આજે વડા પ્રધાન મોદીજીને વિનંતી મોકલી રહ્યા છે અને આભાર વ્યક્ત કરી રહ્યા છે, લંડનમાં, રાણી એલિઝાબેથ દ્વિતીયે ઇંગ્લેંડને કોરોના રસીમાં મદદ કરવા બદલ મોદીજીનો આભાર માન્યો. “

વિશ્વાસ ન્યૂઝને પણ તેના ફેક્ટ ચેકિંગ વોટ્સએપ ચેટબોટ (+91 95992 99372) પર તથ્ય તપાસ માટે આ દાવો મળ્યો હતો.

વાયરલ પોસ્ટ માટે આર્કાઇવ લિંક અહીં જોઈ શકાય છે.

તપાસ

અમારી તપાસ શરૂ કરવા માટે, અમે પહેલા આ તસવીરને ગૂગલ રિવર્સ ઇમેજ પર સર્ચ કર્યું. અમને આ તસવીર બીબીસીના એક ટ્વિટમાં મળી, જે 20 એપ્રિલ 2020 ના રોજ ટ્વીટ કરવામાં આવી હતી. અહીં બિલ બોર્ડ પર લખ્યું હતું, “We will be with our friends again; we will be with our families again; we will meet again”

અમને આ તસવીર newsweek.com ના સમાચારમાં પણ મળી. 8 એપ્રિલ 2020 ના રોજ પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, આ તસવીર પિકડાડિલી સર્કસના બિલ બોર્ડની છે. સમાચાર અનુસાર, “ક્વીન એલિઝાબેથ દ્વિતીયનો કોરોનાવાયરસ સંદેશ એપ્રિલ 2020 માં લંડનના પિકડાડિલી સર્કસની સ્ક્રીન પર રજૂ કરાયો હતો. OCEAN OUTDOOR. ” ખબર અનુસાર, આ સંદેશ પિકડાડિલી સર્કસની લાઇટ સ્ક્રીન પર બતાવવામાં આવ્યો હતો. વર્ણનમાં છેવટે OCEAN OUTDOOR લખ્યું હતું . જ્યારે અમે શોધ્યું, ત્યારે અમને મળ્યું કે પિકાડિલી સર્કસ લંડનની લાઇટ સ્ક્રીનોનું સ્નાચલન, OCEAN OUTDOOR નામની એક એડ કંપની છે.

અમને gettyimages.co.uk પર બીજા એંગલથી પણ આ બિલબોર્ડની તસવીર મળી આવી. આ ફોટો ગ્લેન કિર્ક નામના ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો. અમે ગ્લેનનો ટ્વિટર દ્વારા સંપર્ક કર્યો અને આ બિલ બોર્ડ વિશે પૂછ્યું. તેમણે કહ્યું, “આ બિલબોર્ડ ગયા વર્ષના એપ્રિલ મહિનાનું છે. વાસ્તવિક બિલ બોર્ડ પર, “We will be with our friends again; we will be with our families again; we will meet again”. કોરોના સમયગાળા દરમિયાન રાણીનો આ પહેલો જાહેર સંદેશ હતો. “

અમે પુષ્ટિ માટેના કોલ દ્વારા ઓશન આઉટડોર કંપનીનો પણ સંપર્ક કર્યો. કંપનીના કમ્યુનિકેશન્સ ઇન્ચાર્જ એમિલી અર્થે અમને જણાવ્યુ હતું કે “મૂળ જાહેરાતમાં લખ્યું હતું ‘We will be with our friends again; We will be with our families again; We will meet again’ કેટલીક મીમ ક્રિએટિંગ સાઇટ્સ આ જાહેરાત નમૂનાનો ઉપયોગ પણ કરી રહી છે અને લોકો તેના પર ઇચ્છિત સંદેશ લખી રહ્યાં છે. “

શોધ કર્યા પછી, અમને જાણવા મળ્યું કે આ બિલ બોર્ડની તસવીર મીમ બનાવતી વેબસાઇટ પર પણ હાજર છે, જ્યાં વપરાશકર્તાઓ તેમનો ઇચ્છિત સંદેશ લખીને આ સ્ક્રીન પર મીમ બનાવી શકે છે. કદાચ આ વાયરલ ચિત્ર સમાન સાઇટથી તૈયાર કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે 5 માર્ચ 2021 ના રોજ, વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે ભારતમાં બનાવવામાં આવેલી રસી લંડન મોકલી દેવામાં આવી છે.

રોઇટર્સના એક સમાચાર મુજબ, યુકે સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે બ્રિટિશ સરકારે એસ્ટ્રાઝેનેકાથી COVID-19 રસીના 100 મિલિયન ડોઝ મંગાવ્યા છે, જેમાંથી 10 મિલિયન ભારતમાં સીરમ સંસ્થામાંથી આવશે. પરંતુ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વારા આ અંગે અમને કોઈ નિવેદન મળ્યું નથી.

આ પોસ્ટ ટ્વિટર યુઝર @ anandagarwal554 દ્વારા શેર કરવામાં આવી હતી. આ પ્રોફાઇલ 2016 માં બનાવવામાં આવી હતી. તેના 5,302 ફોલોઅર્સ છે.

निष्कर्ष: નિષ્કર્ષ: Vishvas Newsને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ દાવા ખોટા છે. વાયરલ ફોટો સંપાદિત થયેલ છે. મૂળ તસવીરમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથનો બીજો સંદેશ હતો.

  • Claim Review : जिस ब्रिटिश साम्राज्य मे कभी सुरज अस्त नहीं होता था, जिन्होंने हम पर 200साल राज किया था, वह भी आज प्रधानमंत्री मोदीजी के लिए निवेदित हो धन्यवाद प्रेषित कर रहे है ,, लंदन में महारानी एलिजाबेथ द्वितीय ने इंग्लैंड को कोरोना वैक्सीन की मदद देने के लिए मोदीजी को धन्यवाद ज्ञापन दिया।
  • Claimed By : Anand
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

સબંધિત લેખ

Post saved! You can read it later