Fact Check: કર્નલ નવજોતસિંહ બલનું 2020માં થઈ ચૂક્યું છે નિધન, જૂનો ફોટો ભ્રામક દાવાની સાથે કરાઈ રહ્યો છે શેર
કર્નલ નવજોત સિંહ બલનું નિધન એપ્રિલ 2020માં કેન્સરના કારણે થઈ ચૂક્યું છે. વાયરલ પોસ્ટ ભ્રામક છે.
- By: Pallavi Mishra
- Published: Sep 25, 2023 at 12:07 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર બે તસવીરોનો એક કોલાજ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક તસવીરમાં એક આર્મી ઓફિસરને જોઈ શકાય છે અને બીજી તસવીરમાં તે જ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ જોઈ શકાય છે. આ વાયરલ કોલાજને શેર કરીને સોશિયલ મીડિયા યુઝર્સ આ સૈન્ય અધિકારી જલ્દીથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરવાનું કહી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈન્ય અધિકારી હોસ્પિટલમાં દાખલ છે.
વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું કે બંને તસવીરો કર્નલ નવજોત સિંહ બલની છે, જેમનું 2020માં કેન્સરને કારણે નિધન થયું હતું.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર ગર્લ્સ ડાયરી (આર્કાઇવ લિંક)એ 20 સપ્ટેમ્બરના રોજ કોલાજ શેર કરીને લખ્યું કે, “ક્યા મેરે જલ્દી સે ઠીક હોને કી કામના કરોગે તાકી મેં ફીર સે બોર્ડર પર જા શકું.”
તપાસ
વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે અમે પહેલા તસવીરને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી. અમને આ તસવીર ઘણા સમાચારોમાં મળી. ધ ટ્રિબ્યુન પર 2020માં પ્રકાશિત થયેલા સમાચારમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, ”કર્નલ નવજોતસિંહ બલનું 9 એપ્રિલ 2020ના રોજ કેન્સરથી અવસાન થયું.”
અમને આ મામલે એક સમાચાર 13 એપ્રિલ 2020ના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પણ મળ્યા. આ મુજબ, 9 એપ્રિલના રોજ શૌર્ય ચક્ર વિજેતા કર્નલ નવજોત સિંહ બલનું બેંગલુરુમાં નિધન થયું હતું. તેઓ કેન્સરથી પીડિત હતા. 11 એપ્રિલે તેમના માતા-પિતા દિલ્હીથી અહીં પહોંચ્યા હતા. લોકડાઉનને કારણે તેઓને ફ્લાઈટ મળી ન હોવાથી તેઓ બાય રોડ અહીં આવ્યા હતા. તેમની આ યાત્રાએ સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને લોકોનું સમર્થન મેળવ્યું હતું. આ પહેલા તેમના માતા-પિતાને લશ્કરી વિમાન દ્વારા મૃતદેહને દિલ્હી લાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ નક્કી કર્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર બેંગલુરુમાં કરવામાં આવશે.
આ પહેલા પણ એક વખત આવી જ પોસ્ટ વાયરલ થઈ હતી. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે આ બાબતે તપાસ કરી હતી. તે સમયે વિશ્વાસ ન્યૂઝની ટીમે પુષ્ટિ માટે બેંગલુરુના સ્થાનિક પત્રકાર સંજય પાંડે સાથે સંપર્ક કર્યો હતો. તેમનું કહેવું હતું કે, ‘વાયરલ ફોટો કર્નલ નવજોત સિંહ બલનો છે. લગભગ અઢી વર્ષ પહેલા કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. તે સમયે લોકડાઉન દરમિયાન તેમના માતા-પિતાની સફર હેડલાઇન્સમાં રહી હતી.’
દિવંગત કર્નલ નવજોત સિંહ બલના જૂના ફોટા ઉપયોગ કરનાર ફેસબુક યુઝર ‘ગર્લ્સ ડાયરી’ના એકાઉન્ટને અમે સ્કેન કર્યું. આ પેજને 3.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
- Claim Review : ક્યા મેરે જલ્દી સે ઠીક હોને કી કામના કરોગે તાકી મેં ફીર સે બોર્ડર પર જા શકું.
- Claimed By : FB User (Girls Diary)
- Fact Check : False
- Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s,

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.