X

ફેક્ટ ચેક: ગુજરાતની ચૂંટણીને લઈને વાયરલ થયા નકલી એક્ઝિટ પોલના સ્ક્રીનશૉટ

  • By Vishvas News
  • Updated: October 14, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અહીં રાજકીય ઉત્સાહ વચ્ચે એક્ઝિટ પોલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઈન્ડિયા ટીવીના પત્રકાર રજત શર્માની તસવીર સ્ક્રીનશોટ પર છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જંગી જીત હાંસલ કરવા જઈ રહી છે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી 142 બેઠકો જીતી શકે છે. જ્યારે ભાજપને 26 અને કોંગ્રેસને 12 બેઠકો મળી શકે છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ નકલી સાબિત થઈ. ઈન્ડિયા ટીવીએ હજુ સુધી આવા કોઈ એક્ઝિટ પોલ કર્યા નથી. વાયરલ સ્ક્રીનશોટ એડિટ કરવામાં આવ્યો છે. જે ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

વાયરલ સ્ક્રીનશોટ શેર કરતા એક ફેસબુક યુઝરે કેપ્શનમાં લખ્યું, આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાત અરવિંદ કેજરીવાલના શિક્ષણ સ્વાસ્થ્ય મોડલથી પ્રભાવિત લોકો ભાજપ કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટી આગળ છે.

આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ સમાન દાવા સાથે પોસ્ટ શેર કરી રહ્યાં છે. દાવાઓ પોસ્ટનું આર્કાઇવ કરેલ સંસ્કરણ અહીં જોઈ શકો છે.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું, પરંતુ અમને દાવા સંબંધિત કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળી શક્યો નહીં. શોધ દરમિયાન અમને જાણવા મળ્યું કે ચૂંટણી પંચે હજુ સુધી ગુજરાત ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેર કરી નથી. આવી સ્થિતિમાં એક્ઝિટ પોલનું પરિણામ આવવું શક્ય નથી. કારણ કે એક્ઝિટ પોલનું પરિણામ મતદાન પછી આવે છે.

વધુ તપાસ કરતા અમે ઈન્ડિયા ટીવીની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પણ તપાસી. પરંતુ અમને ત્યાં આવો કોઈ એક્ઝિટ પોલ મળ્યો ન હતો.

અમે ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સ્ક્રીનશોટ શોધ્યો. આ દરમિયાન અમને SM Headlines નામની YouTube ચેનલના થંબનેલ પર પોસ્ટ કરાયેલ એક વાયરલ સ્ક્રીનશોટ મળ્યો. વીડિયોને સંપૂર્ણ જોયા પછી અમને જાણવા મળ્યું કે વીડિયોમાં એક્ઝિટ પોલ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ ચૂંટણી વિશે લોકોના અભિપ્રાય દર્શાવવામાં આવ્યા છે.

ગૂગલ રિવર્સ ઇમેજ દ્વારા પત્રકાર રજત શર્માનો ફોટો સર્ચ કર્યા પછી અમને જાણવા મળ્યું કે આ તસવીર ઇન્ડિયા ટીવીના બુલેટિનમાંથી લેવામાં આવી છે. અમને ઑગસ્ટ 2022ના રોજ India TVની અધિકૃત YouTube ચૅનલ પર અપલોડ કરવામાં આવેલ બુલેટિન મળ્યું. બુલેટિનમાં રજત શર્મા એ જ આઉટફિટમાં સજ્જ છે અને ગુલામ નબી આઝાદના રાજીનામા વિશે જણાવતા જોવા મળે છે.

વધુ વિગતો માટે અમે ઈન્ડિયા ટીવીના પત્રકાર વિજય પાંડેનો સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે આ દાવો ખોટો છે. ઈમેજ એડિટ કરવામાં આવી છે. ઈન્ડિયા ટીવીએ હજુ સુધી કોઈ એક્ઝિટ પોલ કર્યા નથી.

તપાસના અંતે અમે ફેસબુક યુઝર બબલુ યાદવની તપાસ કરી જેણે આ પોસ્ટ શેર કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે અને યુઝરે પોતાના એકાઉન્ટ પર પોતાના વિશે કોઈ માહિતી આપી નથી.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ગુજરાતની ચૂંટણીને લઈને વાયરલ થયેલા એક્ઝિટ પોલનો સ્ક્રીનશોટ એડિટ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ઈન્ડિયા ટીવીએ હજુ સુધી આવા કોઈ એક્ઝિટ પોલ કર્યા નથી. વાયરલ સ્ક્રીનશોટ એડિટ કરવામાં આવ્યો છે. જે ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ગુજરાત ચૂંટણી એક્ઝિટ પોલ
  • Claimed By : Bablu Yadav
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later