Fact Check: બુરખો ન પહેરવાના કારણે યુવતીની હત્યાના સમાચાર તાજેતરના નહીં, સાત મહિના જૂના છે
- By Vishvas News
- Updated: April 17, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક યુવક અને યુવતીના ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બુરખો ન પહેરવાના કારણે મોહમ્મદ ઇકબાલે હિન્દુ યુવતી રૂપાલીની હત્યા કરી નાખી. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. એક અઠવાડિયામાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ ફોટાને શેર ક્યો છે, જેનાથી આ ઘટના તાજેતરમાં બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ મામલો અત્યારનો નહીં, સપ્ટેમ્બર 2022નો છે. આ બનાવ મુંબઈમાં બન્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર Gurumaaradhikasaraswati Saraswati (આર્કાઇવ લિંક)એ 14 એપ્રિલના રોજ તસવીરો શેર કરી લખ્યું છે કે, ”વધુ એક સૂટકેસમાં પેક, બુરખો ન પહેરવા બદલ મોહમ્મદ ઇકબાલ શેખે રુપાલી હિન્દુની હત્યા કરી નાખી. મોહમ્મદ ઇકબાલ સાથે કર્યા હતા પ્રેમ લગ્ન…મારો અબ્દુલ આવો નથી”
ટ્વિટર યુઝર વિષ્ણુ મિશ્રા (આર્કાઇવ્ડ લિંક)એ પણ આ જ દાવા સાથે 14 એપ્રિલે તસવીરો શેર કરી છે.
તપાસ
વાયરલ દાવાને ચકાસવા માટે અમે સૌથી પહેલા તસવીરોને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરી. આ અંગેના સમાચાર સાત મહિના પહેલા ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા છે. તેમાં બંનેની તસવીરો પણ અપલોડ કરવામાં આવી છે. સમાચારમાં લખવામાં આવ્યું છે કે મુંબઈના તિલક નગરમાં રહેતા મુસ્લિમ યુવક ઇકબાલ મોહમ્મદ શેખે તેની હિન્દુ પત્ની રૂપાલીની હત્યા કરી નાખી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ મુસ્લિમ રિવાજો સ્વીકારવાની અને બુરખો પહેરવાનો ઇનકાર કર્યો હતો. બંનેએ લવ મેરેજ કર્યા હતા. તેમને બે વર્ષનો પુત્ર પણ છે. પોલીસે ઇકબાલની ધરપકડ કરી છે.

27 સપ્ટેમ્બર, 2022ના રોજ ANIએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ANIના જણાવ્યા અનુસાર, “પોલીસ ઈન્સ્પેક્ટર વિલાસ રાઠોડે જણાવ્યું કે મુંબઈમાં 26 સપ્ટેમ્બરે ઇકબાલ મોહમ્મદ શેખે તેની પત્નીની ચાકુ મારીને હત્યા કરી નાખી. તેમના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા અને તેમને એક બાળક છે. ફરિયાદ મુજબ, તેમનો પરિવાર અને ઇકબાલ પીડિતાને મુસ્લિમ પરંપરાઓ અપનાવવા અને બુરખો પહેરવા દબાણ કરતા હતા, પરંતુ તેણી ના પાડતી હતી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થતો હતો.”
27 સપ્ટેમ્બર, 2022ના રોજ NDTVમાં પણ આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં આ ઘટનાને 26 સપ્ટેમ્બરની જણાવવામાં આવી છે. આરોપ છે કે મહિલાનો પતિ તેના પર મુસ્લિમ રીતિ-રિવાજોનું પાલન કરવા અને બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો. રૂપાલી અને ઇકબાલના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.

આ અંગે વધુ માહિતી માટે અમે તિલક નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનિલ કાલે સાથે સંપર્ક કર્યો. તેઓનું કહેવું છે, “આ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાની ઘટના છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.”
પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝર Gurumaaradhikasaraswati Saraswatiની પ્રોફાઈલને અમે સ્કેન કરી. આ મુજબ તે ગુનૌરમાં રહે છે અને એક વિચારધારાથી પ્રભાવિત છે. તેના 3 હજારથી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: બુરખો ન પહેરવા બદલ મહિલાની હત્યાનો મામલો તાજેતરનો નહીં, સપ્ટેમ્બર 2022નો છે. આ ઘટના મુંબઈમાં બની હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
- Claim Review : મોહમ્મદ ઈકબાલે બુરખો ન પહેરવા બદલ હિંદુ મહિલા રૂપાલીની હત્યા કરી હતી. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.
- Claimed By : FB User- Gurumaaradhikasaraswati Saraswati
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com