Fact Check: યમુના એક્સપ્રેસ-વે હત્યાની તસવીરને મણિપુર હિંસાની સાથે જોડીને ખોટા દાવા સાથે કરાઈ રહી છે શેર
- By Vishvas News
- Updated: May 16, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): પૂર્વોત્તર ભારતના રાજ્ય મણિપુરમાં થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર એક યુવતીના મૃતદેહની તસવીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર મૈતઈ સમુદાયની એક નર્સની છે, જેના પર કુકી સમુદાયના તોફાનીઓએ હોસ્પિટલમાં બળાત્કાર કરી હત્યા કરી નાખી.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો. વાયરલ તસવીર ઉત્તર પ્રદેશમાં થયેલી એક જૂની ઘટનાની છે. 2022 યુમના એક્સપ્રેસ-વે પર સૂટકેસમાંથી આયુષી યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પોલીસે કાર્યવાહી કરીને આયુષીના માતા-પિતાને જેલમાં મોકલી દીધા હતા. પોલીસ તપાસ મુજબ, તે ઓનર કિલિંગનો મામલો હતો, જેની તસવીરને હવે મણિપુરમાં મૈતઈ અને કુકી હિંસા સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર યુઝર ‘Chao’એ વાયરલ તસવીરને શેર (આર્કાઇવ લિંક) કરતા લખ્યું છે કે,“What is this then? A Meitei nurse working in Ccpur rape by kuki inside the hospital and brutally killed! #ManipurViolence #letthismadnessend.”
અન્ય કેટલાક યુઝર્સે પણ સમાન દાવાઓ સાથે તસવીરને શેર કરી છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ આ વાયરલ તસવીરની તપાસ કરી ચૂક્યું છે. શ્રદ્ધા મર્ડર કેસ બાદ યમુના એક્સપ્રેસ-વે પર સૂટકેસમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો અને અમને અમારી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઘટના ઉત્તર પ્રદેશના મથુરા શહેરની હતી, જેમાં લાલ સૂટકેસમાં યમુના એક્સપ્રેસ-વે પર યુવતીના મૃતદેહ મામલે પોલીસે પર્દાફાશ કર્યો હતો અને હત્યાના આરોપી પિતા અને માતા (નિતેશ યાદવ અને બ્રજબાલા)એ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
વિશ્વાસ ન્યૂઝના આ જૂના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
ન્યૂઝ એજન્સી ANIએ પણ ટ્વીટ દ્વારા 18 નવેમ્બર, 2022ના રોજ આ ઘટના વિશે માહિતી આપી હતી, જે મુજબ મથુરાના એક વિસ્તારમાં એક સૂટકેસમાંથી 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અન્ય જગ્યાએ હત્યા કર્યા બાદ લાશને અહીં ફેંકી દેવામાં આવી હતી.
8 મેના ANIના રિપોર્ટ મુજબ, મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આજે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહના જણાવ્યા અનુસાર આ હિંસામાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે.
મણિપુર હિંસા સાથે સંબંધિત વિશ્વાસ ન્યૂઝના અન્ય ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે. કર્ણાટક ચૂંટણીની જાહેરાત થયા બાદ એપ્રિલ મહિનો રાજકીય ગતિવિધિઓથી ભરેલો રહ્યો અને આ જ થીમ ફેક્ટ ચેક ટ્રેન્ડ્સમાં પણ જોવા મળી. એપ્રિલ મહિનામાં વિશ્વાસ ન્યૂઝે લગભગ 150 ફેક્ટ ચેક રિપોર્ટ્સ પ્રકાશિત કર્યા અને આમાંથી મોટાભાગના રિપોર્ટમાં રાજકીય વિષયો સાથે સંબંધિત હતા. એપ્રિલ મહિનામાં ભારતીય સોશિયલ મીડિયા પર મિસ-ઇન્ફોર્મેશનના ટ્રેન્ડ્ર્સને સમજવા માટે વિશ્વાસ ન્યૂઝના આ વિશેષ રિપોર્ટને વાંચી શકાય છે.
નિષ્કર્ષ: ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલી એક હત્યાની જૂની ઘટનાની તસવીરને મણિુપુરમાં મૈતઇ સમયુદાની મહિલા પર દુષ્કર્મ બાદ હત્યાના ફેક દાવાની સાથે વાયરલ કરાઈ રહી છે.
- Claim Review : મણિપુરમાં મેઇતેઈ સમુદાયની નર્સની હોસ્પિટલમાં બળાત્કાર બાદ હત્યા.
- Claimed By : Twitter User-Chao
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com