X

ફેક્ટ ચેકઃ મંદિરમાંથી જોવા મળેલી સૂર્યની આ તસવીર ઓડિશાના કોણાર્કની નથી, વાયરલ દાવો ખોટો

  • By Vishvas News
  • Updated: November 30, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): આ ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયા પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક ફોટો અને વીડિયો ખોટા અને ભ્રામક દાવા સાથે પણ શેર કરવામાં આવતા હોય છે. ત્યારે હવે ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિરના નામે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે સૂર્ય મંદિરની અંદરથી ઉગે છે. આ અદ્ભુત નજારો 200 વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં વાયરલ થયેલો દાવો ખોટો હોવાનું જણાયું હતું. આ તસવીર થાઈલેન્ડના Prasat Hin Phanom Rung મંદીરની છે. જેને ભ્રામક દાવા સાથે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.

શું છે વાયરલ પોસ્ટમાં ?

ફેસબુક યુઝર Deenadayalan Sankarapandian 16 નવેમ્બર 2022ના રોજ વાયરલ તસવીર શેર કરી હતી. તસવીરની સાથે લખ્યું છે કે, આ ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિરની તસવીર છે. આ મંદિરની અંદરથી સૂર્ય ઉગે છે. આ અદ્ભુત ક્ષણ 200 વર્ષમાં માત્ર એક જ વાર બને છે.

પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.

તપાસ

વાયરલ દાવાનું સત્ય જાણવા માટે અમે ફોટાની ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કર્યું. જેમાં અમને Shuttercock પર અપલોડ કરાયેલ વાયરલ તસવીર મળી. આપેલી માહિતી મુજબ આ તસવીર 6 ઓક્ટોબર 2018ના રોજ ક્લિક કરવામાં આવી હતી. આ તસવીર થાઈલેન્ડના Prasat Hin Phanom Rung મંદિરની છે.

વધુ તપાસ કરતા અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને થાઈલેન્ડની ન્યૂઝ વેબસાઈટ બેંગકોક પોસ્ટ પર Prasat Hin Phanom Rung મંદિર સાથે સંબંધિત એક રિપોર્ટ પણ મળ્યો. રિપોર્ટમાં વાયરલ તસવીરને થાઈલેન્ડના Prasat Hin Phanom Rung મંદિર તરીકે વર્ણવવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનો નજારો વર્ષમાં ચાર વખત જોવા મળે છે. જ્યારે સૂર્ય એક રેખામાં આવે છે અને સૂર્યને એક સાથે તમામ 15 દરવાજામાંથી જોઈ શકાય છે.

અમને આ તસવીર થાઈલેન્ડની અન્ય કેટલીક ન્યૂઝ વેબસાઈટ પર પણ મળી. દરેક જગ્યાએ આ ફોટોને Prasat Hin Phanom Rung મંદિરનો હોવાનું જણાવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે અમે ઓડિશાના પત્રકાર ફ્લોરા કુમારનો સંપર્ક કર્યો.જેમણે કોણાર્ક સૂર્ય મંદિર પર વાર્તા કવર કરી હતી. તેણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ દાવો ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમે સંપૂર્ણ પુષ્ટિ માટે મેલ દ્વારા થાઈલેન્ડના પ્રવાસન મંત્રાલયનો સંપર્ક કર્યો છે. તેણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ તસવીર Prasat Hin Phanom Rung મંદિરની છે.

તપાસના અંતે અમે ફેસબુક યુઝર Deenadayalan Sankarapandian ની તપાસ કરી જેણે ખોટા દાવા સાથે પોસ્ટ શેર કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ફેસબુક પર યુઝરના પાંચ ફેન્ડ્સ અને 226 ફોલોઅર્સ છે. યૂઝર એપ્રિલ 2019થી ફેસબુક પર એક્ટિવ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને જાણવા મળ્યું કે ઓડિશામાં કોણાર્ક સૂર્ય મંદિરનો વાયરલ દાવો ખોટો છે. આ તસવીર થાઈલેન્ડના Prasat Hin Phanom Rung મંદિરની છે. જેની સાથે ભ્રામક દાવો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : આ ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિરની તસવીર છે. આ મંદિરની અંદરથી સૂર્ય ઉગે છે. આ અદ્ભુત ક્ષણ 200 વર્ષમાં માત્ર એક જ વાર બને છે.
  • Claimed By : Deenadayalan Sankarapandian
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later