X

ફેક્ટ ચેકઃ તાજમહેલ પર બ્રિટિશ પીએમ ઋષિ સુનકે નથી આપ્યું આ નિવેદન, વાયરલ થયેલો દાવો ખોટો

  • By Vishvas News
  • Updated: November 10, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ભગવદ ગીતા પર હાથ રાખીને સાંસદ બનવાના શપથ લેનારા ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન બન્યા પછી તેમની ધાર્મિક માન્યતાઓની પણ ઘણી ચર્ચા થઈ હતી. પીએમ બન્યા બાદ ઋષિ સુનકનું હિન્દુ ધર્મ સાથે જોડાણ બતાવવા માટે કેટલીક જૂની તસવીરો અને વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા. જ્યારથી ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા છે. ત્યારથી તેમના કથિત ટ્વીટને ટાંકીને એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો તે ભારત આવશે તો તાજમહેલને બદલે અયોધ્યા જશે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ નકલી છે. ઋષિ સુનકે ન તો ટ્વીટ કર્યું છે કે ન તો આવું કોઈ નિવેદન આપ્યું છે.

શું છે વાયરલ પોસ્ટમાં ?

ફેસબુક યુઝર પ્રદીપ કુમાર શુક્લા બીજેપી (આર્કાઇવ લિંક) 6 નવેમ્બરના રોજ એક પોસ્ટ કરી છે.

જ્યારે પણ હું ભારતનો પ્રવાસ કરું છું…
“તાજમહેલ” નહિ “અયોધ્યા”આવીશ
જયશ્રી રામ

ઋષિ સુનક દ્વારા કરવામાં આવેલું ટ્વીટ

તપાસ

આ વાયરલ થઈ રહેલા દાવાની તપાસ કરવા માટે અમે પહેલા અંગ્રેજી કીવર્ડ્સ સાથે તેના વિશે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. જેમાં અમને કોઈપણ વિશ્વસનીય વેબસાઇટ પર આનાથી સંબંધિત કોઈ સમાચાર મળ્યા ન હતા. ત્યારબાદ અમે ટ્વિટર એડવાન્સ સર્ચ દ્વારા 1 જાન્યુઆરી 2017 થી 9 નવેમ્બર 2022 સુધી ઋષિ સુનકનું ટ્વિટર એકાઉન્ટ સર્ચ કર્યું. પરંતુ કોઈ ફાયદો થયો નહીં અને તેમાંથી પણ કંઈ મળી આવ્યું ન હતું.

આ મામલે વધુ તપાસ કરતા અમને અમને ફેસબુક યુઝર ‘અનિલ કુમાર દુબે સનાતની‘ દ્વારા શેર કરાયેલ ટ્વિટનો સ્ક્રીનશોટ મળ્યી આવ્યો હતો. ટ્વીટના પ્રોફાઈલ પીકમાં ઋષિ સુનકનો ફોટો લગાવ્યો છે અને વાયરલ ટ્વીટ લખેલું છે. તેનું પ્રોફાઈલ આઈડી @RisiSunak છે.

અમે @RisiSunak ની પ્રોફાઇલની તપાસ કરી. આ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જો આપણે ઋષિ સુનકના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેનું આઈડી @RishiSunak છે. મતલબ કે આ ટ્વીટ ફેક એકાઉન્ટથી કરવામાં આવ્યું હતું.

વધુ તપાસ માટે અમે યુકે સ્થિત મીડિયા કંપની ઇન્ડિયા વીકલી બિઝના એસોસિયેટ એડિટર રિતિકા સિદ્ધાર્થનો ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો. અને આ વાયરલ થઈ રહેલા દાવા વિશે વાત કરવામાં આવી. ત્યારે તેમણે કહ્યું કે આવા કોઈ ટ્વીટના સમાચાર નથી. મારી જાણકારી મુજબ એવું કંઈ નથી.

આ પહેલા પણ ઋષિ સુનકના નામે અનેક ફેક સ્ટેટમેન્ટ અને વીડિયો વાયરલ થયા છે. વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી તપાસને તમે અહીં વાંચી શકો છો.

અમે નકલી પોસ્ટ શેર કરનાર ફેસબુક પેજ ‘પ્રદીપ કુમાર શુક્લા બીજેપી’ને સ્કેન કર્યું. જેમાં જાણવા મળ્યું કે આ પેજ 4 નવેમ્બર 2020ના રોજ શરૂ કરવામાં આવ્યું છે. અને તેને લગભગ 75 હજાર લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: બ્રિટનના નવા પીએમએ તાજમહેલની જગ્યાએ અયોધ્યા જવા અંગે ન તો ટ્વિટ કર્યું છે કે ન તો આવું કોઈ નિવેદન આપ્યું છે. નકલી દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • Claim Review : ઋષિ સુનકે ટ્વીટ કર્યું, જો હું ભારત આવીશ તો તાજમહેલને બદલે અયોધ્યા જઈશ.
  • Claimed By : Fb User- Pradeep Kumar Shukla BJP
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later