X
X

Fact Check: મુનાવર ફારુકી સાથે થયેલી મારપીટના 3 વર્ષ જૂના વીડિયોને તાજેતરનો જણાવીને કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો તાજેતરનો નહીં, પરંતુ લગભગ ત્રણ વર્ષ જૂનો છે અને ઈન્દોરનો છે. ઈન્દોરમાં એક શૉ દરમિયાન મુનાવર ફારૂકીએ હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જે બાદ લોકોએ તેને માર માર્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર મારપીટનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારૂકીની સાથે થયેલી મારપીટનો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો તાજેતરનો નહીં, પરંતુ લગભગ ત્રણ વર્ષ જૂનો છે અને ઈન્દોરનો છે. ઈન્દોરમાં એક શૉ દરમિયાન મુનાવર ફારૂકીએ હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જે બાદ લોકોએ તેને માર માર્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર સોશિયલ ટોક મીડિયાએ 27 ફેબ્રુઆરી 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કર્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, જબલપુરમાં બિગ બોસ 17ના વિનર મુનાવર ફારૂકીને માર માર્યો.

પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.

https://twitter.com/socialtok_/status/1762137867860550025

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને આખો વીડિયો NYOOOZ UP- Uttarakની સત્તાવાર YouTube ચેનલ પર અપલોડ થયેલો મળ્યો. 9.19 મિનિટે વાયરલ વીડિયોના ભાગને જોઈ શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્દોરમાં મુનાવર ફારૂકીએ ભગવાન રામ, સીતા અને અમિત શાહ પર ‘અભદ્ર’ ટિપ્પણી કરી હતી, જેના કારણે ત્યાં હાજર લોકો ગુસ્સે થઈ ગયા હતા અને મુનાવરને મારવાનું શરૂ કરી દીધું હતું. માર માર્યા પછી લોકો મુનાવર ફારુકીને ખેંચીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મુનાવરે તેવા જ કપડા પહેર્યા છે અને માસ્ક લગાવ્યું છે.

અમને વાયરલ વીડિયો વર્ષ 2021માં ઘણી ફેસબુક અને અન્ય યુટ્યુબ ચેનલો પર સમાન માહિતીની સાથે શેર થયેલો મળ્યો.

ETV ભારતની વેબસાઈટ પર 28 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રકાશિત રિર્પોટ મુજબ, જબલપુરના ASP સૂર્યકાંત શર્માએ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની આવી કોઈ ઘટના જબલપુરમાં બની નથી. વીડિયોને ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

વધુ જાણકારી માટે અમે નઈદુનિયા જબલપુરના રિપોર્ટર ધીરજ વાજપેયી દ્વારા એસપી આદિત્ય પ્રતાપ સિંહ સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે આ વીડિયો અહીંનો નથી. આવી કોઈ ઘટના હજુ સુધી અહીં બની નથી.

છેલ્લે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે જોડાયેલી પોસ્ટને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો તાજેતરનો નહીં, પરંતુ લગભગ ત્રણ વર્ષ જૂનો છે અને ઈન્દોરનો છે. ઈન્દોરમાં એક શૉ દરમિયાન મુનાવર ફારૂકીએ હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જે બાદ લોકોએ તેને માર માર્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

  • Claim Review : મુનાવર ફારુકીની ધોલાઈનો વીડિયો
  • Claimed By : ફેસબુક યૂઝ સોશિયલ ટોક મીડિયા
  • Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later