X

Fact Check : બડગામમાં પ્રેમિકાના ઘર સુધી સુરંગ ખોદવાનો દાવો નકલી,મજાકવાળી વાર્તા લોકો સાચી સમજીને શેર કરે છે

વિશ્વાસ ન્યૂઝ ની તપાસમાં બડગામમાં પ્રેમિકાના ઘર સુધી સુરંગ ખોદવાનો દાવો નકલી સાબિત થયો હતો. મશ્કરી રૂપે શેર કરવામાં આવેલી પોસ્ટને લોકોએ સાચી સમજીને સોશિયલ મીડિયા માં શેર કરવા લાગ્યા હતા.

  • By Vishvas News
  • Updated: August 13, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ ):સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે જમ્મુ-કશ્મીરના બડગામ શહેરમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે . તે શખ્સ પોતાની પ્રેમિકાના ઘર સુધી સુરંગ ખોદવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વાયરલ દાવાને ખોટો સાબિત કરવામાં આવ્યો હતો . સોશિયલ મીડિયા પર મજાક તરીકે શેર કરવામાં આવેલી પોસ્ટને લોકો સાચી માનીને શેર કરી રહ્યાં છે.

વાયરલ પોસ્ટમાં શું છે?

ફેસબુક યુઝર શાઝ અલીએ વાયરલ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે “બ્રેકિંગ ન્યૂઝ :બડગામના એક યુવકની પોતાની પ્રેમિકાના ઘર સુધી સુરંગ ખોદતી વખતે ધરપકડ કરવામાં આવી છે.

અહી ક્લિક કરીને પોસ્ટનું આર્કાઇવ વર્ઝન જોઈ શકાય છે .

શોધ કાર્ય

વાયરલ દાવાની સચ્ચાઈ જાણવા માટે અમે ગૂગલ પર કીવર્ડ્સ દ્વારા સર્ચ કર્યું . આ દરમિયાન અમને 26 જુલાઇના ચિનાબ ટાઈમ્સ પ્રકાશિત વાયરલ દાવા સાથે સંબંધિત એક રિપોર્ટ મળ્યો.રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ ,પોલીસ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

શોધ દરમિયાન અમને જમ્મુ-કાશ્મીરના એક રિપોર્ટર અરાવત મેહરાજે 26 જુલાઈ 2022 ના રોજ ટ્વીટ કરીને આ બનાવને ખોટો ગણાવ્યો હતો .

તપાસને અટલ વધારતા અમે સોશિયલ મીડિયા પર સંબંધિત કીવર્ડ્સમાંથી શોધવાનું શરૂ કર્યું. અસવુન કાશ્મીર નામના એક ફેસબુક એકાઉન્ટમાંથી આ વાયરલ દાવા સાથે જોડાયેલી એક પોસ્ટ મળી હતી. પોસ્ટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ તબિશ મલિક નામના એક શખ્સે મજાકમાં પોતાના એક મિત્ર સાથે મજાક કરવા માટે આ પોસ્ટ શેર કરી હતી. જેને લોકો સાચું સમજીને શેર કરવા લાગ્યા હતા. સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે તબિશ મલિકે પોતાનો ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી લીધો છે.

વધુ માહિતી માટે અમે બડગામ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેઓએ અમને જણાવ્યું કે તેમણે તમામ યુનિટમાં જણાવી દીધું છે કે બદગામમાં આવી કોઈ ઘટના બની નથી . બડગામ પોલીસે પોતાની પ્રેમિકાના ઘર સુધી સુરંગ બનાવવા બદલ કોઈ પણ શખ્સની ધરપકડ કરી નથી . શરારતી તત્વોએ સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવ્યા છે.

વધારાની જાણકારી માટે અમે અમારા સહયોગી દૈનિક જાગરણના કાશ્મીર સંવાદદાતા નવીન નવાજ નો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે વાયરલનો દાવો ખોટો છે . આવી કોઈ ઘટના બડગામમાં બની નથી . કોઈએ મશ્કરીમાં આ પોસ્ટ શેર કરી છે. જેને લોકો સાચી સમજીને શેર કરવા લાગ્યા હતા.

આ પોસ્ટ શેર કરનાર યુઝર શાઝ અલીના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે આ યુઝરને ફેસબુક પર 79 લોકો ફોલો કરે છે. યૂઝર જમ્મુનો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝ ની તપાસમાં બડગામમાં પ્રેમિકાના ઘર સુધી સુરંગ ખોદવાનો દાવો નકલી સાબિત થયો હતો. મશ્કરી રૂપે શેર કરવામાં આવેલી પોસ્ટને લોકોએ સાચી સમજીને સોશિયલ મીડિયા માં શેર કરવા લાગ્યા હતા.

  • Claim Review : બ્રેકિંગ ન્યૂઝ : બડગામના એક યુવકની પોતાની પ્રેમિકાના ઘર સુધી સુરંગ ખોદતાં કરવામાં આવેલ ધરપકડ .
  • Claimed By : શાઝ અલી
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later