X

ફેક્ટ ચેક : ગુજરાત ચૂંટણીના ગ્રાઉન્ડ રિપોર્ટના એક વીડિયોને એડિટ કરીને ખોટા દાવા સાથે કરવામાં આવી રહ્યો છે વાયરલ

  • By Vishvas News
  • Updated: October 24, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે અને જોરશોરથી પ્રસાર પ્રચાર કરી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ સોશિયલ મીડિયા દ્વારા પણ ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક એવા સમાચાર અને વીડિયો સામે આવે છે જે જુના અથવા તો એડિટ કરીને ખોટા દાવા સાથે અને ખોટી માહિતી સાથે શેર કરવામાં આવે છે. હાલમાં પણ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થવા લાગી છે. આમાંથી એક કથિત વીડિયો ન્યૂઝ પણ છે. તેના પર એબીપી ન્યૂઝનો લોગો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સ્પર્ધા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને કારણે ભાજપ ડરી ગઈ છે. વડાપ્રધાન મોદીનો જાદુ પણ નિષ્ફળ જઈ રહ્યો છે. આ શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલીમાં ભારે ભીડ જોયા બાદ હવે ન્યૂઝ ચેનલોએ સત્ય બતાવવું પડી રહ્યું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે એબીપી ન્યૂઝ ચેનલના વીડિયોને એડિટ કરીને આમ આદમી પાર્ટીની તરફેણમાં નકલી દાવો કરવામાં આવી રહ્યો છે. ઓરિજનલ વીડિયોમાં આવું કંઈ નથી.

શું છે વાયરલ પોસ્ટમાં ?

2.20 સેકન્ડનો આ વીડિયો ONLY ARVIND… (આર્કાઇવ લિંક) ફેસબુક પેજ પર 19 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવ્યો હતો. સાથે લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં @ArvindKejriwal ની રેલીમાં ભારે ભીડને જોતા હવે ગોદી મીડિયાએ પણ સત્ય બતાવવું પડી રહ્યું છે.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે AAP ગુજરાતમાં પૂરો જોર લગાવી રહી છે. થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે IB રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે. આ અંગે એબીપી સંવાદદાતાનો અહેવાલ- ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ પક્ષોએ રણનીતિ બનાવી છે પરંતુ કોંગ્રેસ પહેલાથી જ દમ તોડી ચૂકી છે. માનવામાં આવે છે કે આ વખતે AAP અને BJP વચ્ચે જંગ છે. AAPના વધતા વર્ચસ્વે ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. મોદીનો જાદુ પણ ફેલ થતો જોવા મળી રહ્યો છે. મોદીની રેલીઓમાં ખાલી ખુરશીઓ જોવા મળે છે. બીજેપી હાઈકમાન્ડને ચિંતા છે કે અરવિંદ કેજરીવાલ તેમના મજબૂત કિલ્લાને તોડી ન નાખે. રિપોર્ટરના સવાલ પૂછવા પર લોકોએ કહ્યું કે કેજરીવાલની સરકાર બનવી જોઈએ.

તપાસ

વાયરલ દાવાને ચકાસવા માટે અમે સૌથી પહેલા એબીપી ન્યૂઝ ચેનલનો રિપોર્ટ તપાસ્યો. આમાં અમને 16 ઑક્ટોબર 2022ના રોજ અપલોડ કરાયેલા વીડિયો મળ્યા. આમાં એન્કર પછીનો ભાગ વાયરલ વીડિયોથી અલગ છે. આમાં VO પણ બદલાયો છે. મૂળ વીડિયો સમાચારમાં જણાવાયું છે કે IB દેશની સૌથી જૂની સુરક્ષા એજન્સી છે, જે આંતરિક જોખમો સામે ચેતવણી આપે છે. તેને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. રિપોર્ટરના સવાલ-જવાબનો ભાગ પણ કપાયેલા સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો છે.

અમે વાયરલ વીડિયોની 1.38 સેકન્ડની ફ્રેમ અને મૂળ રિપોર્ટની સરખામણી કરી. બંને સંપૂર્ણપણે અલગ છે. તમે પણ તફાવત જોઈ શકો છો.

વધુ પુષ્ટિ માટે અમે એબીપી ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકારનો સંપર્ક કર્યો અને તેમને વાયરલ વીડિયો મોકલ્યો. તેણે કહ્યું, ‘વાઈરલ વીડિયો નકલી છે. તે એબીપી સંવાદદાતાના મૂળ ગ્રાઉન્ડ રિપોર્ટને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. આમાં કોઈ સત્ય નથી.’

અમે ફેસબુક પેજ ‘ઓન્લી અરવિંદ..’ સ્કેન કર્યું જેણે નકલી રિપોર્ટ શેર કર્યો હતો. 16 નવેમ્બર 2018ના રોજ બનેલા આ ગ્રુપના લગભગ 62 હજાર ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પક્ષની તરફેણમાં જાહેર મૂડ દર્શાવતો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ ચેનલનો ગ્રાઉન્ડ રિપોર્ટ એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ચેનલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગુજરાતની ચૂંટણીમાં જનતાનો મૂડ 'આપ'ની તરફેણમાં જોવા મળી રહ્યો છે.
  • Claimed By : ONLY ARVIND
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later