X

તથ્ય તપાસ: આ ક્રુઝ શિપ વીડિયો ભારતના ગુજરાતનો નહીં, ગ્રીસનો છે

  • By Vishvas News
  • Updated: October 30, 2020

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિશાળ ક્રુઝ શિપ એક સાંકડી નહેરની વચ્ચેથી બહાર આવતુ જોઇ શકાય છે. વીડિયોની સાથેની વિગત મુજબ આ વીડિયો ગુજરાતના ભાવનગરથી ભરૂચ વચ્ચે ક્રુઝ સર્વિસનો છે. અમારી તપાસમાં અમને જાણવા મળ્યું છે કે આ વિડિઓ ખરેખર ગ્રીસનો છે. જોકે આવી જ એક ક્રુઝ સેવા ગુજરાતમાં ચોક્કસપણે 2017 માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોને લીધે હાલમાં આ સેવા બંધ કરવામાં આવી છે.

વાયરલ પોસ્ટમાં શું છે?

વાયરલ વીડિયોમાં, એક વિશાળ ક્રુઝ શિપ દરિયામાં એક સાંકડી નહેરની વચ્ચેથી જતું જોઇ શકાય છે. વીડિયોમાં વર્ણન સાથે લખવામાં આવ્યું છે કે, “ભાવનગરથી ભરૂચ રોડનું અંતર 350 કિલોમીટર છે, અને સમુદ્ર માર્ગથી તેનું અંતર 32 કિલોમીટર છે, અને આ દરિયાઈ માર્ગેથી જ વડા પ્રધાને વહાણ દ્વારા એક સેવા શરૂ કરી હતી. આ જહાજની ક્ષમતા એક વખતમાં 50 ટ્રક, 60 બસો, 200 કાર, 350 મોટરસાયકલો, 600 લોકોને લઈ જઈ શકે છે અને તે પણ માત્ર અડધા જ કલાકના સમયમાં

પોસ્ટનું આર્કાઇવ કરેલું સંસ્કરણ અહીં જોઈ શકાય છે.

તપાસ

તપાસ શરૂ કરવા માટે, અમે પહેલા આ વિડિઓના InVID  ટૂલથી સ્ક્રીનગ્રેબ કાઢયા અને તેની ગૂગલ રિવર્સ ઇમેજ પર શોધ કરી. પહેલા જ પાના પર અમને www.dailymail.co.uk ની એક લિંક મળી છે જેમાં આ ક્રુઝ વહાણના વીડિયો અને ચિત્રો મળ્યાં છે. સમાચારો અનુસાર, તે ક્રુઝ શિપ એમએસ બ્રૈમર છે, તેનું વજન 24,344 ટન છે. ક્રુઝ શિપ યુનાઇટેડ કિંગડમની શિપિંગ કંપની ફ્રેડ ઓલસન ક્રુઝ લાઇન્સની માલિકીનું છે. સમાચારો અનુસાર, આ વીડિયો 2019 નો છે જ્યારે આ જહાજ કોરીંથ કેનાલને પાર કર્યુ હતું.

અમને ફ્રેડ ઓલસન ક્રુઝ લાઇન્સના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ આ વિડિઓ મળ્યો છે.

આ વાયરલ પોસ્ટમાં આ વીડિયો ગુજરાતનો હોવાનું જણાવાયું છે. તો અમને જાણવા મળ્યું કે ભાવનગરથી ભરૂચ વચ્ચે આવી કોઈ સેવા કાર્યરત છે કે કેમ? અમને જાણવા મળ્યું છે કે ઓક્ટોબર 2017 માં ગુજરાતમાં “રો રો ફેરી” નામની શિપ સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાવનગરના ઘોઘા બંદરથી ભરૂચના દહેજ બંદર સુધી ‘રો રો ફેરી’ ચાલતી હતી. બંને સ્થાનો વચ્ચેનો માર્ગ લગભગ 350 કિલોમીટરનો છે, પરંતુ સમુદ્ર માર્ગ ફક્ત 31 કિલોમીટરનો છે. તેને ધ્યાનમાં રાખીને, રો રો ફેરી સેવા શરૂ કરવામાં આવી હતી. લગભગ આઠ કલાકનો આ પ્રવાસ એક કલાકમાં પૂરો થઈ જાય છે.

અમે આ સેવા વિષે વધુ તપાસ કરી અને અમને આ સેવા વિશે વધુ માહિતી મળી. અમને જાણવા મળ્યું છે કે સપ્ટેમ્બર 2019 માં આ સેવા વિવિધ કારણોસર અનિશ્ચિત સમય માટે સમાપ્ત કરવામાં આવી હતી. જો કે, રો રો ફેરી સેવા 24 ફેબ્રુઆરી 2020 થી ફરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે, આ સેવા ફરીથી 23 માર્ચથી બંધ કરવામાં આવી હતી. આ સેવા ઈન્ડિગો સર્વિસ પ્રા.લિ. નામની કંપની ચલાવે છે.અમે દહેજ-ઘોઘા ફેરી સર્વિસનો સંપર્ક કર્યો. કંપનીના પીઆરઓ ધીરજ પટેલે અમને કહ્યું, “આ વિડિઓ દહેજ-ઘોઘા ક્રુઝ સેવાનો નથી. અમારી ક્રુઝ સેવા હાલમાં બંધ છે. “

વીડિયોને ઈન્ડિયામુડ્સ વીડિયો નામના ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ પૃષ્ઠના 1,633 ફોલોઅર્સ છે.

निष्कर्ष: નિષ્કર્ષ: અમારી તપાસમાં અમને જાણવા મળ્યું છે કે આ વિડિઓ ખરેખર ગ્રીસનો છે, ભારતનો નથી. જોકે આવી જ એક ક્રુઝ સેવા ગુજરાતમાં ચોક્કસપણે 2017 માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોને લીધે હાલમાં આ સેવા બંધ કરવામાં આવી છે.

  • Claim Review : भावनगर से भरूच रोड की दूरी है 350 किलोमीटर , और समुद्री रास्ते से इसकी दूरी है 32 किलोमीटर,
  • Claimed By : Indiamoods Video
  • Fact Check : Misleading
Misleading
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

સબંધિત લેખ

Post saved! You can read it later